તપાસ:પાલનપુરના માનસરોવર તળાવમાંથી મૃતદેહ મળ્યો

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લોકોના ટોળે ટોળાં મૃતદેહ જોવા ઉમટ્યા

પાલનપુર શહેરના માનસરોવર તળાવમાં શુક્રવારે બપોરે અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે, પૂર્વ પોલીસે મૃતદેહ બહાર કઢાવી પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. માનસરોવર તળાવમાં શુક્રવારે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ તરતો દેખાતા સ્થાનિકોએ પુર્વ પોલીસ અને પાલિકા ફાયર વિભાગની ટીમને જાણ થતાં તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.જેમાં ફાયર વિભાગની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી તળાવમાંથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. બાદમાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી મૃતદેહની ઓળખવીધી હાથ ધરી છે.

જોકે, ઘટના સ્થળે લોકોના ટોળેટોળાં ઉમટ્યા હતા. તેમજ પુલ પરના વાહનચલોકોએ પોતાની ગાડીઓ ત્યાં જ મૂકી પુલ પરથી લાશને જોવા ટોળે વળ્યાં હતા. ફાયર ઓફિસર જવલસિંહ જાડેજાની સુચના અનુસાર ઠાકોર મહાદેવજી લીંડીગ ફાયરમેન અને જગદીશભાઈ, ફાયર ટીમ સાગરભાઈ, ઈન્દ્રપાલભાઈ, રસીકભાઇ, બિરેન્દ્રભાઈ, શામળભાઇના સહયોગથી લાશને બહાર કાઢવામાં સફળતા પ્રાપ્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...