હત્યા કે આત્મહત્યા?:ભાભરના હરીપુરા પાસેથી અજાણ્યા યુવકની લાશ મળી, સ્થાનિકોએ પોલીસને જાણ કરી

બનાસકાંઠા (પાલનપુર)12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે મૃતદેહને ભાભર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પી.એમ અર્થે ખસેડી

ભાભર તાલુકાના હરીપુરા ગામથી અજાણ્યા યુવકની લાશ મળી આવવાની ઘટના સામે આવી છે. હરીપુરા ગામ નજીકથી અજાણ્યા યુવકની લાશ સ્થાનિક લોકોને નજરે પડતાં લોકોએ ભાભર પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળ પર દોડી પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે તપાસ હાથ ધરી
બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામા આવેલ હરીપુરા ગામથી એક અજાણ્યા યુવકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. હરીપુરા ગામેથી અજાણ્યો યુવકની લાશ સ્થાનિક લોકોને નજરે પડતાં સ્થાનિકોના ટોળેટોળા ઉમટયા હતા અને સ્થાનિક લોકોએ ભાભર પોલીસને જાણ કરી હતી. ભાભર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અજાણ્યા યુવકનો મૃતદેહ કબજે લઇ ભાભર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ અર્થ ખસેડી ભાભર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...