હત્યા કે આપઘાત?:અમીરગઢ તાલુકાના રબારીયા ગામે યુવતીની ઝાડ પર લટકતી લાશ મળી આવતાં ચકચાર

પાલનપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમગ્ર ઘટનાને લઇને લોકોનાં ટોળાં એકઠાં થયાં, અમીરગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી

અમીરગઢ તાલુકાના રબારીયા ગામે ઝાડ પર ગામની જ એક યુવતીની લાશ લટકતી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ઝાડ સાથે લટકતી લાશ જોવા મળતા લોકોનાં ટોળે ટોળાં ઘટના સ્થળે એકઠા થયાં હતા. જેમાં સ્થાનિકો દ્વારા અમીરગઢ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે યુવતીએ કયા કારણોસર ગળાફાંસો ખાધો કે પછી આ એક હત્યા છે તે ગ્રામજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના રબારીયા ગામે ગામની જ એક યુવતીની ઝાડ સાથે લટકાતી લાશ મળી આવવાની ઘટના સામે આવી છે. ઝાડ સાથે લટકતી લાશ જોઈ લોકોનાં ટોળે ટોળાં એકઠા થયાં હતા. જો કે સ્થાનિકોએ આ અંગે અમીરગઢ પોલીસને જાણ કરી હતી. અમીરગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. તેમજ યુવતીના મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...