હુમલો:પાલનપુરમાં પિતાને છોડાવવા માટે જતા હુમલાખોરે દીકરાના ગળામાં બચકું ભર્યું

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કડિયા કામ માટે મજૂરો લેવા ગયા ત્યાં ત્રણ શખ્સોએ પિતા પુત્ર અને મામા ઉપર હુમલો કર્યો

પાલનપુર બેચરપુરા વિસ્તારમાં રહેતા પિતા- પુત્ર પોતાની ગાડી લઈ કડિયા કામ માટે મજૂરો લેવા માટે કોજી વિસ્તારમાં ગયા હતા. જ્યાં ત્રણ શખ્સો ગાડીમાં કંઈક શોધતા હોય બુજુર્ગે તેમને બહાર કાઢતા હુમલો કર્યો હતો. જેમને પુત્ર છોડાવવા જતા એક શખ્સે ગળામાં બચકું ભરી લેતા ઇજાઓ થઈ હતી. બેચરપુરા વિસ્તારમાં રહેતા અને કડિયાકામનો વ્યવસાય કરતાં વિશાલભાઈ અને તેમના પિતા દલજીભાઈ પ્રજાપતિ સાગ્રોસણા ગામે કડિયા કામ ચાલતું હોય પોતાની કાર નંબર જીજે. 08. 3066 લઈ મજૂર શોધવા માટે પાલનપુર કોજી વિસ્તારમાં ગયા હતા.

જ્યાં બાવરી ડેરામાં રહેતા કમલેશ અમરતભાઈ બાવરી, દીપકભાઈ ચેતનભાઇ બાવરી અને કમલેશભાઈ સિંધી કારનો દરવાજો ખોલી અંદર કઈક શોધતા હતા. જેમને દલજીભાઈ પ્રજાપતિએ બહાર કાઢતા ત્રણે જણા ઉશ્કેરાઈ ગયા હતા અને હુમલો કરી દીધો હતો. જેમને વિશાલભાઈ છોડાવવા વચ્ચે પડતા કમલેશભાઈ સિંધીએ તેમના ગળામાં બચકું ભરી લીધું હતું.

આ વખતે લક્ષ્મીપુરામાં રહેતા તેમના મામા રમેશભાઈ કેણાભાઈ પ્રજાપતિ પણ ત્યાં છોડાવા જતા તેમને પણ પથ્થર મારીને ઇજાઓ પહોંચાડી હતી. જે ત્રણેયને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે વિશાલભાઈએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...