તપાસ:દાંતાના હડાદમાં ફેંકી દેવાયેલા બાળકને જાનવરે ફાડી ખાધું

હડાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે મહિલાની શોધખોળ હાથ ધરી

દાંતા તાલુકાના હડાદ ગામે પાણીના ટાંકાની બાજુમાં આવેલા કોમ્પલેક્ષ પાછળ કોઇ અજાણી મહિલાએ બુધવારની રાત્રે તાજા જન્મેલા બાળકને ફેંકી દીધુ હતુ. જેના મોઢાનો ભાગ જંગલી જાનવર કરડી ખાધો હતો. વહેલી સવારે બાળક મૃત અવસ્થામાં મળી આવ્યું હતુ. આ અંગે ડેપ્યુટી સરપંચે જાણ કરતાં પોલીસે મહિલાની શોધખોળ હાથ ધરી છે.આ બનાવને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.દાંતા તાલુકાના હડાદ ગામે અજાણી મહિલાએ બાળકને જન્મ આપ્યા પછી બુધવારની રાત્રીએ ગ્રામ પંચાયતની બાજુમાં પાણીની ટાંકી પાસે આવેલા અરવલ્લી કોમ્પલેક્ષ પાછળ ફેંકી દીધુ હતુ.

જ્યાં રાત્રિના સમયે જંગલી જાનવર આ બાળકના મોઢાનો ભાગ કરડી ખાધો હતો. દરમિયાન વહેલી સવારે બાળક મૃત અવસ્થામાં હોવાની જાણ થતાં મહિલા સરપંચના પતિ સુરેશભાઇ અળખાભાઇ બેગડીયાએ ડેપ્યુટી સરપંચ ઇકબાલભાઇ હસનભાઇ મનસુરીને જાણ કરી હતી. જેઓ ગામના કાંતિભાઇ પોપટભાઇ પંચાલ સાથે સરકારી દવાખાને ગયા હતા. જ્યાં બાળક મૃત અવસ્થામાં હતુ. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં મહિલા સામે ગૂનો નોંધી તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.બાળકને ફેંકી દેનાર મહિલા સામે ફિટકારની લાગણી વરસાવી હતી.

અન્ય સમાચારો પણ છે...