ચોરીનો ભેદ ઉકેલાયો:ઈ એફ.આઇ.આરના દ્વારા મોબાઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને ગણતરીના દિવસોમાં પોલીસે ઝડપી પાડ્યો

બનાસકાંઠા (પાલનપુર)20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગઢ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલી ઈ એફ.આઇ.આરના કામે મોબાઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો છે. હોડાથી ટાકરવાડા ગામ વચ્ચે કોઈ અજાણ્યા ચોર ઈસમે મોબાઈલની ચોરી કરી ગયેલો હોવાથી મુદ્દામાલ સાથે પોલીસે તે ઈસમને ઝડપી લીધો હતો.

પોલીસ મહાનિરીક્ષક સરહદી રેંજ કચ્છ ભુજ જે.આર.મોથલીયા અક્ષયરાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાનાઓએ ચોરીના બનતા બનાવ અટકાવવા માટે સીટીજન પોર્ટલ મારફતે દાખલ થયેલ ઈ એફ.આઇ.આર દ્વારા દાખલ થયેલા ગુનાઓ ડીટેકટ કરવા સુચના કરેલ હોય જે અન્વયે ડો.કુશલ.આર.ઓઝા નાયબ પોલીસ અધિક્ષક ડીસા વિભાગ ડીસાનાઓના માર્ગદર્શન મુજબ 11 / 05 / 2022 ના ફરીયાદી હોડાથી ટાકરવાડા ગામ વચ્ચે કોઈ અજાણ્યા ચોર ઈસમે મોબાઈલની ચોરી હતી. જે ફરીયાદીએ ઇ.એફ.આઈ.આર.કરાવેલ હોઇ જે પરથી ખરાઈ કરતા ગઢ પોલીસ સ્ટેશન મુજબનો ગુનો દાખલ કરવામા આવેલ ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપી અંગે એસ.બી.રાજગોર પોલિસ સબ ઇન્સ ગઢ પોર્સ્ટનાઓની રાહબરી હેઠળ ગઢ પોલીસ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામા આવી હતી. આ દરમિયાન ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસ સ્ટાફની ટીમો દ્વારા હ્યુમન ઈન્ટેલીન્સ તથા ટેકનીકલ સર્વેલન્સની મદદથી તથા ખાનગી બાતમીદારોના નેટવર્ક આધારે ચોર ઈસમ તથા ચોરીમાં ગયેલ મોબાઈલની તપાસમાં હતા દરમ્યાન ચોરીમાં ગયેલ મોબાઇલ સાથે ચોરી કરનાર ચોર ઈસમ પીન્ટુકુમાર ચમનજી જાતે કુંભસણા રહે.કુંભાસણ પાલનપુરજી.બનાસકાંઠા વાળાને પકડી પાડી આગળની તાપસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...