મિલન:આઠ માસથી વિખુટા પડેલા થરાના આધેડનું પરિવાર સાથે મિલન થયું

થરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુમ દીકરાને જોઈ માતા ગદગદિત થઈ

કાંકરેજ તાલુકાના થરા ખાતે આવેલા દેસાઈ પરિવારનો એક સદસ્ય અંબાજી ભાદરવી પૂનમના મેળા સમયે થરા ખાતેથી ગુમ થઇ ગયો હતો. જે 3 જૂન ના રોજ મહારાષ્ટ્રથી શ્રદ્ધા રિહેબિલેટેશન ફાઉન્ડેશનની એક મહિલાએ ખોવાયેલા પરિવારના સભ્ય સાથે સુખદ મિલન કરાવતા પરિવારના આનંદનો પાર રહ્યો ન હતો.પુત્રને જોઈ માતા ગદગદિત થઈ ગઈ હતી.

થરા ખાતે જામાભાઈ વસ્તાભાઈ દેસાઈનો ભાઈ અમૃતભાઈ વસ્તાભાઈ દેસાઈ ભાદરવી પૂનમના મેળા સમયે ઓગષ્ટ-2021 ના સમયે થરા ખાતેથી ગુમ થયેલો પુત્ર તા.3 જૂન-2022 ના દિવસે અચાનક શ્રદ્ધા ફાઉન્ડેશન મહારાષ્ટ્રના કરજાતથી ફરઝાન અન્સારી નામની એક મહિલાએ 8 મહિનાથી ગુમ થયેલ અમૃતભાઈ વસ્તાભાઈ દેસાઇના 70 વર્ષીય સમુબેન વસ્તાભાઈ દેસાઈ અને તેમના ભાઈ ભાભી અને પરિવાર સાથે ભેટો કરાવ્યો હતો.

આ અંગે શ્રદ્ધા ફાઉન્ડેશનના ફરઝાન અન્સારીએ જણાવ્યું હતું કે સંસ્થા મહારાષ્ટ્રમાં માનસિક રીતે પરિવારથી વિખુટા પડેલા હોય તેવા લોકો સંસ્થાને મળી આવે ત્યારે યોગ્ય સારવાર કરી મિલન કરાવે છે તે પ્રમાણે થરાના અમૃતભાઈ વસ્તાભાઈ દેસાઈ થરાના હોવાનું જણાવતા તેમને સંસ્થાના ખર્ચે તેમના કહ્યા મુજબ ઘર સુધી પહોંચાડી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.’

અન્ય સમાચારો પણ છે...