• Gujarati News
  • Local
  • Gujarat
  • Banaskantha
  • Tharad's Daughter Sangeeta's Dream Of Becoming A Doctor Will Come True, After A Report In Divya Bhaskar Was Published, SP And His Friends Came Forward To Help.

દિવ્ય ભાસ્કરની ઝુંબેશ રંગ લાવી:થરાદની દિકરી સંગીતાનું ડોક્ટર બનવાનું સપનું થશે સાકાર, દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્વ થયા બાદ એસ.પી અને તેમના મિત્રો મદદ માટે આગળ આવ્યાં

બનાસકાંઠા (પાલનપુર)2 મહિનો પહેલા
  • જિલ્લા પોલીસ વડાએ બે મિત્રોની મદદથી સંગીતાના અભ્યાસનો ખર્ચ ઉઠાવી અમદાવાદ ખાતે તૈયારીઓ માટે મોકલી

બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથક થરાદમાં એક ગરીબ પરિવારની દીકરીની 12 સાયન્સમાં સારા ટકા મેળવ્યા બાદ મેડિકલ અભ્યાસ માટે ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી. જેથી દિવ્યભાસ્કરની ટીમે દીકરીની મદદ કરવા ઝુંબેશ હાથ ધરી હતી. દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ દીકરીને ભણાવવા માટેની મદદ આવવાની શરૂ થઈ ગઈ હતી. જેમાં જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાએ પોતાની માતા સાથે દીકરી સંગીતાના ઘરની મુલાકાત લઇ પોતાના બે મિત્રો સાથે ચર્ચા કરી દીકરીનો આગળનો શિક્ષણનો ખર્ચ ઉઠાવવાની જવાબદારી લીધી હતી. દિકરી સંગીતાને હાલ અમદાવાદ ખાતે અભ્યાસ અર્થે મોકલી છે.

SP અને તેમની માતાએ પરિવારની મુલાકાત લીધી
SP અને તેમની માતાએ પરિવારની મુલાકાત લીધી

પરીક્ષા સમયે જ ભાઈનું મોત થયું છતાં 12 સાયન્સમાં 76.92 ટકા મેળવ્યાં
દિવ્ય ભાસ્કર દ્વારા થોડાક દિવસો અગાઉ થરાદની એક દીકરીને મેડિકલ અભ્યાસ માટે ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી મદદ કરવા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. 1 થી 12 ધોરણ સુધી માતા-પિતાએ દીકરીને પેટે પાટા બાંધી છૂટક મજૂરી કરી ભણાવી હતી. જોકે, ધોરણ 12ની પરીક્ષા સમયે જ સંગીતાના ભાઈનું આકસ્મિક મોત થતા પરિવારજનો ઉપર આભ તૂટી પડયું હતું. તેવા સંજોગોમાં દીકરી સંગીતાએ 12 સાયન્સની પરીક્ષા આપી 76.92 ટકા મેળવ્યા હતા.

અભ્યાસમાં સંગીતા ખુબ હોશીયાર છે
અભ્યાસમાં સંગીતા ખુબ હોશીયાર છે

પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે હવે મેડિકલ અભ્યાસ માટે દીકરી સંગીતાને આગળ ભણાવી શકે તેમ ન હતા. જેથી દિવ્ય ભાસ્કરે દીકરી સંગીતાની મદદ કરવા માટે ઝુંબેશ હાથ ધરી હતી. જેને લઈ સંગીતાને ભણાવવાની મદદ કરવા દેશ નહીં પરંતુ વિદેશથી પણ મદદ આવવાની શરૂ થઈ ગઈ હતી. દિવ્ય ભાસ્કરની ઝુંબેશને ધ્યાને લઇ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાએ દીકરી સંગીતાના ઘરની મુલાકાત લીધી હતી.

થોડા સમય અગાઉ દિવ્ય ભાસ્કરે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો
થોડા સમય અગાઉ દિવ્ય ભાસ્કરે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો

જિલ્લા પોલીસ વડાએ સંગીતાના ઘરની મુલાકાત લીધી
જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણા પોતાના માતાના જન્મદિવસ નિમિત્તે દીકરી સંગીતાના અભ્યાસની ચિંતા કરીને થરાદની દીકરી સંગીતાના ઘરે પહોંચ્યા હતા. જ્યાં સંગીતાના માતા-પિતા સાથે જિલ્લા પોલીસ વડાએ સંગીતાની અભ્યાસની સંપૂર્ણ માહિતી લીધી હતી. જિલ્લા પોલીસ વડાના માતાજીના જન્મદિવસ નિમિત્તે જ દીકરી સંગીતાના મેડિકલ અભ્યાસને લઇ પોતાના બે મિત્ર એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટના અંકિતભાઈ મહેશ્વરી અને કૌશિક પબ્લિક સીટીના સાકેતભાઈ શાહ સાથે ચર્ચા કરી હતી અને ત્રણેય મિત્રો દીકરી સંગીતાના અભ્યાસનો સંપુર્ણ ખર્ચ ઉપડવા આગળ આવ્યાં હતા. સંગીતાને અમદાવાદમાં એલન કેરિયર ઈન્સ્ટીટયૂટમાં એડમીશન કરાવી દીકરી સંગીતાને ફરીથી નીટની તૈયારી ચાલુ કરાવી છે.

આ કાર્યની રાજ્યભરના લોકો પ્રશંસા કરી રહ્યા છે
જિલ્લા પોલીસ વડાની આ સહાયની કામગીરીને લઈ બનાસકાંઠા સહિત ગુજરાતભરના લોકો પ્રશંસા કરી રહ્યા છે. દિવ્ય ભાસ્કરની ઝુંબેશને ધ્યાને લઈ જિલ્લા પોલીસ વડા અક્ષય મકવાણા અને તેમના મિત્રો સાથે મળીને દીકરીને વ્હારે આવતા દિવ્યભાસ્કરે આભાર માન્યો હતો.

દીકરી સારી રીતે ભણી શકે એ પ્રકારની સિસ્ટમ ગોઠવીઃ SP
આ અંગે જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાએ જણાવ્યું હતું કે, દિવ્યાભાસ્કર ડિજિટલના માધ્યમથી એક બારમા ધોરણમાં અભ્યાસ કરતી દીકરીને ભણવા માટે આગળ મદદની જરૂર હોવાનું મારા ધ્યાનમાં આવ્યું હતું. જેથી અમે લોકોએ અમદાવાદ ખાતે એક સારા ક્લાસીસનો કોન્ટેક્ટ કર્યો હતો. ત્યારે એક કલાસીસના સંચાલકે પણ પોતાની તત્પરતા દેખાડી હતી કે એ દીકરીને આગળ ભણાવવા માટે એ પણ ઇચ્છુક છેય જે બાદ મારા એક બીજા મિત્રની મદદથી અમે ત્રણેય લોકોએ ભેગા થઈને દીકરીને ત્યાં રહી શકે ત્યાં ભણી શકે અને સારામાં સારો સપોર્ટ મળે એ પ્રકારની સિસ્ટમ ગોઠવી છે. જેથી કરીને દીકરીનું ડોક્ટર બનવાનું સપનું છે તે પૂરું થઈ શકે.

અક્ષય રાજ મકવાણા, જિલ્લા પોલીસ વડા
અક્ષય રાજ મકવાણા, જિલ્લા પોલીસ વડા

હું એસ.પી. તેમજ દિવ્યા ભાસ્કર સહિત તમામનો આભાર માનું છુંઃ સંગીતા
આ અંગે દીકરી સંગીતાએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા એસપીએ અને તેમના માતાએ અમારા ઘરની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેઓએ મારુ એડમિશન એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટમાં કરાવ્યું હતું. અહીં ભણવાનું સારું છે અને હોસ્ટેલમાં પણ સારી સુવિધા છે. મે નીટ માટે ડ્રોપ લીધો હતો જોકે, હવા હું ફરીથી નીટની તૈયારી કરી રહી છું. એસપી સાહેબ અને તેમના મિત્રોનો હું ખુબ ખુબ આભાર માનું છું, તેમજ દિવ્યાભાસ્કરનો પણ ખુબ ખુબ આભાર માનું છું.

સંગીતા, વિદ્યાર્થિની
સંગીતા, વિદ્યાર્થિની

દીકરીનો તમામ ખર્ચ ઉઠાવવાનું અમે નક્કી કર્યુંઃ સાકેત શાહ
કૌશિક પબ્લિક સીટીના સાકેત શાહે જણાવ્યું હતું કે, જો કોઈના જીવનનું દુઃખ દૂર કરવું હોઈ તો તેને રૂપિયા આપવાના બદલે સારામાં સારૂ શિક્ષણ આપવું જોઈએ, કારણ કે, શિક્ષણમાં જ તાકાત છે તે વ્યક્તિને સફળતા સુધી લઈ જાય છે. આવી જ એક જરૂરિયાત મંદ દીકરી સંગીતાની આપવીતી સાંભળી જે સારૂ ભણવા માંગતી હતી, મહેનત કરવા ઈચ્છતી હતી, પરંતુ પરિસ્થિતિ સામે ખૂબ જ મજબૂર હતી. જેથી દિલથી એક અવાજ ઊઠ્યો અને પોલીસ વડા અક્ષય રાજ મકવાણા અને એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટના અંકિત મહેશ્વરી સાથે મળીને આ દીકરીનો તમામ ખર્ચ ઉઠાવવાનું નક્કી કર્યું છે.

સાકેત શાહ, કૌશિક પબ્લિક સીટી
સાકેત શાહ, કૌશિક પબ્લિક સીટી

અંકિતભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, SP સર પાસેથી આ દિકરીની આર્થિક પરિસ્થિતિ વિશેની જાણકારી મળી હતી. તેની વાત સાંભળી મારા રૂવાળા ઉભા થઈ ગયા હતા. આ દિકરીને ભણવા માટે કેટલી ધગશ છે. તેનું જે ડોક્ટર બનવાનું સપનું છે જેખી SP સાહેબની સાથે મળી અમે આ દિકરીની મદદ કરી છે. સંગીતા જેવી કેટલીય દિકરીઓ અમારી પાસે આવે છે તેઓની અમે મદદ કરીએ છીએ. આ દિકરીનો ભણવાનો તમામ ખર્ચ અમે ઉઠાવીશું. SP સાહેબ તેમજ દિવ્ય ભાસ્કરનો અમે આભાર માનીએ છીએ.

અંકિતભાઈ મહેશ્વરી, એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટ
અંકિતભાઈ મહેશ્વરી, એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટ
અન્ય સમાચારો પણ છે...