થરાદના મોરથલ ગામની સીમમાંથી થરાદ પોલીસે રહેણાંક ઘર તેમજ ખેતરમાંથી રેડ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરનીકુલ 864 બોટલો ઝડપી પાડી હતી. બિયરની કિંમત 88 હજાર 320 રૂપિયાના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડીને થરાદ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
થરાદ પોલીસના સ્ટાફને મોરથલ ગામની સીમમાંથી મળેલી બાતમી હકીકત આધારે બળવંતભાઈ વણાજી ચૌહાણ રહે.મોરથલ તા.થરાદવાળાના ખેતરમાં બનાવેલો તેમજ રહેણાંક ઘરે ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરની કુલ બોટલો ટીન નંગ 864 ઝડપી પાડી હતી. જેની કિંમત 88 હજાર 320 રૂપિયાના પ્રોહી મુદ્દામાલ કબજે કરી રેડ દરમ્યાન પકડાઈ ગયેલા આરોપી બળવંતભાઈ વણાજી ચૌહાણ તથા પ્રોહી મુદ્દામાલ ઉતારી મદદ કરનાર હેમજીભાઈ બળવંતભાઈ ચૌહાણ રહે.મોરથલ થરાદવાળો હાજર ના મળી આવી બન્ને વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરી થરાદ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.