કાર્યવાહી:દિયોદર રેલ્વે સ્ટાફ કવાર્ટસમાં સૂઇ રહેલી વિધવાની છેડતી

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાએ પ્રતિકાર કરતાં માથામાં પટ્ટી મારી

દિયોદર રેલવે સ્ટાફ કવાર્ટસમાં સૂઇ રહેલી એક વિધવા મહિલાની રાત્રે એક શખ્સે છેડતી કરી હતી. આ અંગે તેણીએ રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ બનાવે સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે.

આ અંગેની વિગત મુજબ દિયોદર રેલવે કવાર્ટસમાં રહેતી 48 વર્ષિય વિધવા મહિલા રાત્રિના સમયે સૂઇ રહી હતી. ત્યારે વરંડો કુદીને પાછળના દરવાજાથી પ્રવેશ કરીને આવેલા દિયોદર તાલુકાના ધનકવાડાનો વિક્રમ ઉર્ફે વીકો અર્જુનજી ઠાકોરે તેણીની છેડતી કરી હતી.

તેનો પ્રતિકાર કરતાં માથામાં લોખંડની પટ્ટી મારી હતી. તેમજ ગદડાપાટુનો મારમાર્યો હતો. દરમિયાન તેણીએ બુમાબુમ કરતાં શખ્સ નાસી ગયો હતો. આ બનાવને લઈ ચકચાર મચી ગઈ હતી.આ અંગે મહિલાએ રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...