લાખણી તાલુકાના આગથળામાં ગામના શખસ દ્વારા છેડતી કરી મોબાઈલ આપી વાત કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ અવારનવાર આવી હરકતો કરતો હોઇ યુવતીએ આખરે આગથળા પોલીસ મથકમાં તેની સામે ફરિયાદ નોંધાવી હતી.લાખણી તાલુકાના આગથળા ગામમાં રહેતા હરેશભાઈ ધેંગાભાઇ રબારીએ યુવતીને તેણીની સંમતિ વગર 10 મે ના બે વાગ્યાના સુમારે છેડતી કરી હતી. તેમજ તેણી જ્યારે ગામમાં અવર-જવર કરતી ત્યારે તેણીની સામે ચેનચાળા કરીને છેડતી પણ કરતો હતો.
તદુપરાંત આ શખસ દ્વારા તેણીને એક મોબાઈલ પણ આપવામાં આવ્યો હતો. અને આ વાત તારા માતા-પિતા કે કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. શખસની રોમિયોગીરી વધતાં હિંમત કરીને યુવતીએ આ બાબત અંગે પોતાના પરિવારને જાણ કરી હતી. આથી તેણીના પિતા અને પરિવારજનો દ્વારા યુવકને આમ ન કરવા બાબતે આજ દિન સુધી ઠપકો આપવામાં આવતો હતો. અને સમજાવવાની કોશિશ કરવા છતાં પણ યુવક તેની હરકતોથી વાજ ન આવતાં હરેશભાઈ ધેંગાભાઈ રબારી સામે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.