વિરોધ:જિલ્લામાં તલાટીઓની આજથી હડતાળ, પંચાયતોમાં વહીવટી કામગીરી ખોરવાશે

પાલનપુર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 625 તલાટી કામ નહીં કરે, 725 ગામમાં થશે અસર
  • વણઉકેલ્યા પ્રશ્નોને લઇને ફુંકાયું હડતાળનું રણશિંગુ

રાજ્યભરના તલાટી કમ મંત્રીઓ દ્વારા વર્ષોથી પડતર માગણીઓને લઇને આગામી 2જી ઓગસ્ટ એટલે કે, મંગળવારથી અચોક્કસ મુદતની હડતાળનું રણશિંગું ફુંકાયું છે ત્યારે હડતાળમાં બનાસકાંઠા જિલ્લાના 625 તલાટીઓ પણ જોડાવાના હોય જિલ્લાની 725 ગ્રામપંચાયતોમાં ખેડૂતોની દાખલા કઢાવવા સહિતની સરકારી વહીવટી પ્રક્રિયા ખોરવાઇ જશે તેવો નિર્દેશ તલાટી મંડળ દ્વારા આપવામાં આવ્યો છે.

તલાટી મહામંડળના પ્રમુખ મહેશભાઇ ડેલએ જણાવ્યું હતું કે, તલાટીઓની વણઉકેલ માગણીઓ અંગે સરકારમાં અનેક વખત રજૂઆતો કરવા છતાં હકારાત્મક પગલાં લેવામાં આવતા ન હોવાથી 2જી ઓગસ્ટથી તલાટીઓ દ્વારા અચોક્કસ મુદતની રાજ્યવ્યાપી હડતાળનું એલાન અપાયું છે. હાલ 625 તલાટી કમ મંત્રીઓ કાર્યરત છે, જે હડતાલ અંતર્ગત કામગીરીથી અલિપ્ત રહશે જેથી કુલ 725 ગામડાંઓમાં સરકારી સ્તરે ખેડૂતોના વિવિધ દાખલા સહિતની તમામ કામગીરી ખોરવાઇ જશે.

જિલ્લામાં પ્રવર્તમાન સ્થિતિએ તલાટીઓની સંખ્યા 625 છે, જે મંગળવારથી કામ નહીં કરે તેના કારણે જિલ્લાની 725 ગ્રામપંચાયતોની નિર્ધારિત કામગીરી પર અસર પડશે.તલાટી-કમ-મંત્રી કેડરના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં થતાં.

બનાસકાંઠા જિલ્લાના તમામ તલાટી કમ મંત્રીઓએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અન્વયેની કામગીરી તથા 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી હરઘર તિરંગા યાત્રા અંતર્ગત ગ્રામ પંચાયત કચેરીમાં રાષ્ટ્રધ્વજ પૂર્ણ માન-સન્માન સાથે ફરમાવવાનો રહેશે. આ સિવાયની તમામ કામગીરીનો બહિષ્કાર કરી તારીખ બીજી ઓગસ્ટથી અચોક્કસ મુદ્દાની હડતાળ પર રહેવા જિલ્લા તલાટી મંત્રી મંડળ દ્વારા આદેશ આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...