આક્ષેપ:પાલનપુરના કુંભાસણ ગામના તલાટી એક માસથી ફરક્યા નથી

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાહેબ પોતાની મરજીથી આવીને જતા રહે છે : ગ્રામજનો

બનાસકાંઠા જિલ્લાના તલાટીઓ ગામમાં ક્યાં વારે મળશે તેવું સૂચક બોર્ડ લગાવવા જિલ્લા વિકાસ અધિકારીએ આદેશ કર્યો હોવા છતાં કુંભાસણ ગામના તલાટી સમયસર હાજર મળતા નથી તેવા ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા. બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ ગામડાના તલાટીઓ સમયસર હાજર મળી રહી તે માટે ગ્રામ પંચાયતમાં એક સૂચક બોર્ડ લગાવવા આદેશ કરવામાં આવ્યો હતો.તેમ છતાં અમુક ગ્રામ પંચાયતના તલાટીએ જિલ્લા વિકાસ અધિકારીના આદેશને ઘોળીને પી રહ્યા છે ત્યારે પાલનપુર તાલુકાના કુંભાસણ ગામની ગ્રામ પંચાયતના તલાટી એક માસથી સમયસર હાજર ન મળતા પંચાયત કચેરીમાં ખંભાતીયા તાળા જોવા મળી રહ્યા છે.

આ બાબતે ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા કે, છેલ્લા એક મહિનાથી તલાટી હાજર મળતા નથી તેમજ ક્યારે આવે એ ઓન ખબર નથી પોતાની મરજીથી આવીને જતા રહે છે.તેમજ બોર્ડમાં લખેલ વિસ્તરણ અધિકારીને જાણ કરતા યોગ્ય જવાબ મળતો નથી તેવા આક્ષેપ કર્યા હતા.આ બાબતે વિસ્તરણ અધિકારી હીનાબેનએ જણાવ્યું હતું કે, કુંભાસણ ગામના તલાટી બીમાર હોવાથી રજા પર છે.તેમજ તેજ ગામનો ચાર્જ ખોડલા ગ્રામ પંચાયતના તલાટી રંજનબેન સોલંકીને ચાર્જ આપેલ છે તે તેમના સેજામાં હોવાથી હાજર નહીં હોય.

અન્ય સમાચારો પણ છે...