પાછલા 4 સપ્તાહથી જુદી જુદી માંગને લઈ સરકાર સામે બાયો ચઢાવી હડતાળ પર ઉતરેલા 268 મનરેગા કર્મીઓને છૂટા કરવા તંત્રએ તૈયારીઓ આદરી છે. ડીડીઓએ જણાવ્યું કે મંગળવારે સવારે 10 વાગ્યા સુધીમાં કર્મીઓ હાજર નહીં થાય તો અમારે ના છૂટકે છૂટા કરવાનો હુકમ કરવો પડશે. ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આઇ આર શેખ એ જણાવ્યું હતું કે મનરેગાના કર્મચારીઓ ફરજ ઉપર હાજર નહીં થાય તો તેમને છૂટા કરવાની ફરજ પડશે.
ડીડીઓ સ્વપ્નિલ ખરે એ જણાવ્યું હતું કે મનરેગા કર્મચારીઓને મંગળવાર સવાર સુધી હાજર થવાનું જણાવવામાં આવ્યું છે જો તેઓ હાજર નહીં થાય તો તેમને છૂટા કરી દેવાશે.બીજી તરફ નામ ન આપવાની શરતે મનરેગાના કર્મચારીઓ જણાવ્યું હતું કે "અમારું મોટાભાગનું કેરિયર અને કારકિર્દીના મહત્વના વર્ષો ગ્રામ વિકાસ પાછળ આપી દીધા છે. સુપ્રીમ કોર્ટનો સમાન કામ સમાન વેતનનો ચુકાદો પણ છે. સરકારે રજૂઆતો ને ગંભીરતાથી લઈ અમને અમારો હક આપવો જોઈએ.
મુખ્ય માંગણીઓ
• સરકાર સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ ‘સમાન કામ સમાન વેતન’નો હક આપે
• દર વર્ષે મળવાપાત્ર 15 ટકા પગાર વધારો
• 11 માસના કરાર આધારિત કર્મીઓને ખાલી થતી કાયમી જગ્યાઓ પર નિમણૂક આપવામાં આવે
આ કર્મીઓ હડતાળ પર છે
રાજ્યમાં એપ્રિલ-2008થી અમલમાં આવેલ મનરેગા યોજનામાં કામ કરતા કર્મચારીઓ જેવા કે એપીઓ, ટેકનિકલ આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ એકાઉન્ટ, એમઆઈએસ અને જીઆરએસ વગેરે તમામ કર્મીઓ આ યોજના ચાલુ થઈ ત્યારથી અત્યાર સુધી મામૂલી નજીવા પગાર દરથી કરાર આધારિત ફરજ બજાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.