હુમલો:પાલનપુર નાની બજારમાં આઇસ્ક્રીમની દુકાન ઉપર તલવારો ગુપ્તી વડે હુમલો

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાર શખ્સ સામે પાલનપુર પૂર્વ પોલીસે ગુનો નોંધ્યો

પાલનપુર નાની બજારમાં અગમ્ય કારણોસર ઝઘડો થતાં તલવારો તેમજ ગુપ્તી વડે હુમલો થયો હતો જેને લઇ પૂર્વ પોલીસ મથકે ચાર શખ્સો સામે ગુનો નોંધાયો હતો. પાલનપુર છુંવારાફળી ત્રણ બત્તી પાસે રહેતા રજાકભાઈ રસિકભાઈ કુરેશી શુક્રવારના રાત્રે 10 વાગ્યાના સુમારે જમીને ઘરે બેઠા હતા દરમિયાન એમ થયેલ કે નાના ભાઈની દુકાને જઈ તેમને જમવા માટે છોડી આવું જેથી નાની બજારની આઈસ્ક્રીમની દુકાને ગયા ત્યારે દુકાને મારામારી ચાલુ હતી

ત્યારે ઈમ્તિયાઝ ભાઈ મેવાતના હાથમાં લોખંડની ગુપ્તિ, અકબરભાઈ મેવાતે અને અહેઝાદ મેવાતે બન્ને જઈ તલવાર લઈ આવેલ તેમજ ઇમરાનભાઈ ઉર્ફે ભૂરો તેમના હાથમાં છરો લઈ આવી ચારેય જણ રજાકભાઈના ભાઈને માર મારતા હતા જેથી રજાકભાઈ વચ્ચે પડતા તેમની સાથેના સાકીરભાઇ સોલંકી તેમજ આસિફભાઈ છુંવારા વચ્ચે પડતા બંનેના પગના ભાગે તલવારના ઘા મારતા ફેક્ચર થયું હતું તેમજ માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી

તેમજ ચારેય જણ અપશબ્દો બોલી કહેવા લાગેલ કે તમે બંને ભાઈઓ આજે તો બચી જાવ છો પણ બીજી વાર જો ક્યાંય જોવા મળ્યા છો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપતા રજાકભાઈ રફીકભાઈ કુરેશીએ પૂર્વ પોલીસ મથકે ઈમ્તિયાઝભાઈ મેવાતે, અકબરભાઈ ઇમ્તિયાઝભાઈ મેવાતે, અહેઝાઝ ઈમ્તિયાઝભાઈ મેવાતે અને ઇમરાન ભાઈ ઉર્ફે ભૂરો સુમરા સામે ગુનો નોંધાવ્યો હતો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...