મોકડ્રિલ:બાલારામ મહાદેવ મંદિર નજીકથી પસાર થતી બનાસ નદીમાં થતા અકસ્માત અટકાવવા તરવૈયાઓને તાલીમ અપાઈ

બનાસકાંઠા (પાલનપુર)એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાલારામ મહાદેવની બનાસ નદીમાં ડુબતા વ્યક્તિને બચાવવા સ્થાનિક તરવૈયાઓની મોકડ્રિલ યોજાઈ

પાલનપુર તાલુકાના ચિત્રાસણી નજીક બાલારામ મહાદેવનું મંદિર આવેલું છે.તેમજ અહીં લોકમાતા બાલારામ નદી અને પહાડોને લઈ પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી હોઈ જિલ્લા સહિત બહાર જિલ્લાના અનેક લોકો અહીં બાલારામમાં દર્શન કરવા અને પ્રકૃતિ માણવા આવી રહ્યા છે.

દરવર્ષે અહીં અનેકવાર નદીમાં ડૂબી જવાની ઘટનાઓમાં નિર્દોષ લોકો મોત થતા હોય બાલારામમા ડૂબવાથી મોતની ઘટનાઓ રોકવા અને દર્શનાર્થે આવતા લોકોની સલામતી જળવાય તે માટે બાલારામ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્રારા સ્થાનિક લોકોને તરવૈયાની તાલીમ આપવામાં આવી હતી.જેમાં થરાદની કેનાલમાં અનેક લોકોના જીવ બચાવનાર સુલતાન મીર, દાંતીવાડાના ચંપુસિંહની ટીમો દ્રારા બાલારામ નદીમાં મોકડ્રિલ યોજવામાં આવી હતી અને સ્થાનિકોને નદીમાં ડુબતા લોકોને બચાવવા તાલીમ આપી હતી. જોકે મંદિર ટ્રસ્ટ દ્રારા ડૂબવાના બનાવમાં બચાવ અને રાહત કામગીરો માટે સાધન સામગ્રી સહિતની કિટો પણ વસાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...