નિષ્ફળતા એક દિશા છે તેને સમજો અને આગળ વધો અને સફળતા પ્રાપ્ત કરો. એવા આશયથી અત્યારે ચાલી રહેલી ભણતરની હરિફાઇ સામે સફળતા પ્રાપ્ત કરવા માટે વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધાત્મક ક્લાસીસ દ્વારા સરકારી નોકરીઓની તૈયારી કરતા હોય છે.તો આવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે સ્વસ્તિક મહિલા કોલેજે દીકરીઓને આપી અનેરી તક. સોળ ગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન સ્વસ્તિક મહિલા આર્ટસ એન્ડ કોર્મસ કોલેજ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેના ક્લાસ શરૂ કરવામાં આવ્યા. આ ક્લાસીસ દીકરીઓને વિના મૂલ્ય અભ્યાસમાં સફળતા પ્રાપ્ત કરી શકે તેવા આશયથી શરૂ કરવામાં આવેલ છે જેમાં દરેક દીકરી આ ક્લાસીસ નો લાભ લઈ શકે છે.
ક્લાસીસમાં વિવિધ વિષયો સ્વસ્તિક મહિલા કોલેજના અધ્યાપિકાઓ દ્વારા ભણાવવામાં આવે છે.અને સરકારી પરીક્ષાઓમાં પૂછાતાં પ્રશ્નોને વિધાર્થિનીઓને સરળ ભાષામાં સમજાવવામાં આવે છે. સ્વસ્તિક મહિલા કોલેજમાં દીકરીઓના ભવિષ્યને વિચાર કરીને આ ક્લાસીસની શરૂઆત કરવામાં આવેલ છે .જેનું માર્ગદર્શન સમગ્ર સ્વસ્તિક શૈક્ષણિક સંસ્થાના પ્રમુખ સાહેબ રમેશભાઈ પટેલ દ્વારા પૂરું પાડવામાં આવેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.