મારુ શહેર સ્વચ્છ શહેર:પાલનપુરની સ્વસ્તિક મહિલા આર્ટસ્ & કોમર્સ કોલેજ દ્વારા શહેરના તમામ સ્ટેચ્યુઓની સફાઇ કરાઇ

બનાસકાંઠા (પાલનપુર)13 દિવસ પહેલા

સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંચાલિત સ્વસ્તિક મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની વિદ્યાર્થીનીઓ અને પ્રાધ્યાપિકા બહેના દ્વારા આજરોજ પાલનપુર શહેરના વિવિધ સ્થળો ઉપરના સ્ટેચ્યુની ઉત્સાહપૂર્વક સાફ-સફાઇ કરવામાં આવી હતી વિદ્યાર્થીનીઓ દ્વારા દર મહિને એક વાર સફાઇ કરી આ સ્ટેચ્યુઓની જાળવણી કરવાની પણ નેમ લેવામાં આવી હતી.​​

​​​​ દરેક શહેર અને નગરમાં જે-તે પ્રદેશના સ્વાતંત્ર્ય સેનાનીઓ અને વિશિષ્ટ વ્યક્તિઓની યાદમાં ચાર રસ્તાઓ ઉપર એક પ્રતિમા મુકવામાં આવતી હોય છે પાલનપુર નગર ખાતેના કેટલાક વિસ્તારોમાં મુકવામાં આવેલા છે. આપણી સંસ્કૃતિ પ્રમાણે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૂત્ર પ્રમાણે સફાઈ અને સ્વચ્છતાનો આગ્રહ રાખવો જોઈએ જે આજની યુવા પેઢી સમજે અને દેશના અન્ય નાગરિકોને પણ સદેશો પહોંચે તે હેતુથી પાલનપુર શહેરના કીર્તિસ્થંભ વિસ્તારમાં મુકેલી સ્વાતંત્ર્ય સેનાની સુભાષચંદ્ર બોઝ, સિમલાગેટ વિસ્તારમાં મુકેલી દેશના બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકર જી,જુના ગંજમાં મુકેલી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ,બનાસડેરીના આધ્ય સ્થાપક ગલબાભાઈ પટેલ, તેમજ શશિવન નજીક મુકેલી સરસ્વતી માતાજીની પ્રતિમાને સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંચાલિત સ્વસ્તિક મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની વિદ્યાર્થીનીઓ અને પ્રાધ્યાપિકા બહેના દ્વારા આજરોજ પાલનપુર શહેરના વિવિધ સ્થળો ઉપરના સ્ટેચ્યુની ઉત્સાહપૂર્વક સાફ-સફાઇ કરવામાં આવી હતી.

તમામ સ્ટેચ્યુઓની સફાઇ કરી પાણી દ્વારા સુંદર રીતે ધોઇને સ્ટેચ્યુ ઉપર જામેલ ધૂળ અને કચરો દૂર કરવામાં આવ્યો હતો. તદઉપરાંત, આ વિદ્યાર્થીનીઓ દ્વારા દર મહિને એક વાર સફાઇ કરી આ સ્ટેચ્યુઓની જાળવણી કરવાની પણ નેમ લેવામાં આવી હતી આ સમગ્ર આયોજન સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ,પાલનપુર ના પ્રમુખ રમેશભાઇ પટેલ RM ની પ્રેરણા હેઠળ સ્વસ્તિક મહિલા કોલેજના પ્રાચાર્યા નેહલબેન પરમાર અને અન્ય પ્રાધ્યાપિકા બહેનો નેહલ ઠાકોર,હીનાબેન, ભાવનાબેન, રોશનીબેન પ્રજાપતિ તેમજ કોલેજની દીકરીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...