ઉત્તરાયણની ઉજવણી:પાલનપુરની સ્વસ્તિક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરાઇ

બનાસકાંઠા (પાલનપુર)19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉત્તરાયણ એટલે મકરસંક્રાંતિ અને પતંગનું ઋતુવિજ્ઞાન. 14 અને 15 જાન્યુઆરીએ આ ઉત્સાહ અને જુસ્સો આપણને ધાબા પર જોવા મળે છે. બાળકો હોય, યુવાનો હોય કે વૃદ્ધો હોય સૌ કોઈ ભેગા મળીને આનંદ અને ઉલ્લાસથી આ ઉત્સવની ઉજવણી કરે છે. આજ રોજ સ્વસ્તિક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. બાળકો તલ અને સીંગની ચીકી, મમરાના લાડુ બનાવીને લાવ્યા હતા. નિર્દોષ પક્ષીઓને હાનિ ન થાય તે હેતુથી કાચી દોરીનો ઉપાયોગ કરવામાં આવ્યો હતો અને બાળકોને ઘરે પણ કાચી દોરીનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું હતું. સ્વનિર્ભર ભારત અંતર્ગત બાળકોએ ઘરેથી જાતે પતંગ બનાવીને લાવ્યા હતાં અને બાળકોએ ખૂબ જ આનંદ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...