જન્મ જયંતિ:પાલનપુરની સ્વસ્તિક શૈક્ષણિક સંકુલમાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિની ઉજવણી કરાઇ

બનાસકાંઠા (પાલનપુર)25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતીય સંસ્કૃતિને વિશ્વભરમાં ઉજાગર કરવાનું અને ગર્વથી પોતાની સનાતન સંસ્કૃતિનું પાલન કરતાં ની આજે પણ એમના વિચારો થકી યુવા પેઢીને માર્ગદર્શિત કરતા એવા સ્વામી વિવેકાનંદજીને એમને જન્મ જયંતી પર કોટી કોટી વંદન. સ્વામી વિવેકાનંદનો જન્મ 12, જાન્યુઆરી ,1863 ના રોજ કોલકાતામાં થયો હતો,તેમનું બાળપણનું નામ નરેન્દ્રનાથ દત્ત હતું. 1984 થી ભારત સરકારે તેમના જન્મદિવસ 12, જાન્યુઆરીને "રાષ્ટ્રીય યુવા દિવસ" તરીકે જાહેર કરેલ છે.

સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ માં સ્વામી વિવેકાનંદ ની જન્મ જયંતી તથા યુવા દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમની શુભ શરૂઆત દીપપ્રાગટ્ય દ્વારા કરવામાં આવી. આ કાર્યક્રમમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માંથી જૈનમભાઇ દેસાઈ પાલનપુર ABVP નગર કારોબારી સદસ્ય અંજનાબેન મેવાડા પાલનપુર ABVP નગર ઉપાધ્યક્ષ સમગ્ર સ્વસ્તિક સંસ્થાના આચાર્ય સાહેબ મણીભાઈ મેવાડા,મહેન્દ્રભાઈ પંચાલ, સ્વસ્તિક મહિલા કોલેજના પ્રિન્સિપાલ બેન નેહલબેન પરમાર તથા અધ્યાપિકાબેન ઓ હાજર રહ્યા હતા .આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત સ્વસ્તિક સંસ્થાના આચાર્ય સાહેબ મણીભાઈ મેવાડા સાહેબ દ્વારા કરવામાં આવ્યું. ત્યારબાદ ઉપસ્થિત મહિમાનોનું પુષ્પગુચ્છ તથા મોમેન્ટો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.

આ કાર્યક્રમ નિમિત્તે સ્વસ્તિક મહિલા કોલેજની દીકરીઓ દ્વારા સ્વામી વિવેકાનંદ વિશે તથા યુવા દિવસ તરીકે ઓળખાતા તેમની જન્મ જયંતી વિશે તેમના મંતવ્યો રજૂ કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન સ્વસ્તિક શૈક્ષણિક સંસ્થાના પ્રમુખ સાહેબ રમેશભાઈ પટેલ દ્વારા પૂરું પાડવામાં આવ્યું.

અન્ય સમાચારો પણ છે...