માથાભારે તત્વોની દાદાગીરી:વડગામના છાપી હાઇવેના પેટ્રોલ પંપ પર સુરત જતી સીફત ટ્રાવેલ્સના ડ્રાઇવર પર હુમલો

પાલનપુરએક મહિનો પહેલા
  • ટ્રાવેલ ચાલકે વચ્ચે ઉભેલા શખ્સને સાઇડમાં રહેવાનું કહેતા મામલો બિચક્યો
  • પોલીસે CCTVના આધારે આગળની તપાસ હાથ ધરી

વડગામ તાલુકાના છાપી હાઈવે ઉપર સુરત જતી ટ્રાવેલ્સ ચાલક પર હુમલો થયાની ઘટના સામે આવી છે. ટ્રાવેલ્સ ચાલક ડીઝલ ભરાવવા જતા પેટ્રોલ પંપ પર વચમાં ઉભેલા ઈસમને વચમાંથી હટવાનું કહેતા ઈસમે ટ્રાવેલ્સ ચાલકને નીચે ઉતારીને માર માર્યો હોવાના ટ્રાવેલ્સના ચાલકે આક્ષેપો કર્યા છે. જ્યારે સમગ્ર હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. છાપી પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી સીસીટીવી ફૂટેજના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે બસ ચાલકે જણાવ્યું હતું કે, સાંજે ટ્રાવેલ્સ સુરત જાય છે, સીફત ટ્રાવેલ્સમા નોકરી કરું છું. રાત્રે આઠ વાગ્યાં આજુબાજુ ડીઝલ ભરાવવા હૂ છાપી પંપ પર આવ્યો વચ્ચે બાઈક વાળા ઉભા હતા. મેં એમને કીધું કે તમે સાઈડમાં ઉભા રહો મારે આગળ ડીઝલ ભરાવવા જાઉં છે. તો એ લોકોએ મને ગાળો બોલી મને નીચે ઉતાર્યો. નીચે ઉતારીને મને બહુ માર્યો. આવા માથા ભારે તત્વો સામાન્ય માણસોને આવી તકલીફ ઈજા પહોંચાડે એમના પર કાયદેસરની કાર્યવાહી કરો.

અન્ય સમાચારો પણ છે...