હાલાકી:ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ, પાલનપુરના કમાલપુરા વિસ્તારમાં ગટરનાં પાણી વહ્યા

પાલનપુર9 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાલનપુરના કમલાપુરા વિસ્તારમાં શનિવારે સવારે ગટર ઉભરાતા ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી. અને જાહેરમાર્ગમાં નદીની જેમ વહેવા લાગી હતી. જેને લઈ સ્થાનિકો તેમજ રાહદારીઓમાં રોષ ફેલાયો હતો.

આ બાબતે સ્થાનિકોએ જણાવ્યું કે, બે દિવસ પહેલા ગટરનું પાણી બહાર આવતું હતું ત્યારે પાલિકાને જાણ કરી હતી. તેમ છતાં કોઈ ધ્યાન ન આપતા આજે ગટર ઉભરાઈ છે. જેની દુર્ગંદથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જમાદાર વાસમાં આવેલ જાહેરમાર્ગમાં ગટરની ચેમ્બર ભરાઈ જતા ધીમે ધીમે તેનું દુષિત પાણી બહાર આવે છે જો પાલિકા તેની તાત્કાલિક સફાઈ નહીં કરાવે તો તે માર્ગમાં પણ નદી ઉભરાશે તેવું દેખાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...