લાખણી તાલુકાના કુડા ગામની એક પરિણીતાને પતિ અને સાસુ-સસરાએ ઘરકામ બાબતે મેણાંટોણાં મારી શારીરિક ત્રાસ આપી મારવા મજબૂર કરી હતી. આથી તેણીએ ગળે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હતી. આગથળા પોલીસે ત્રણેય સામે દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. લાખણી તાલુકાના ડેકા ગામની એક યુવતીને આશરે બે વર્ષ પહેલા કુડા ગામના અનુપજી પારસાજી ઠાકોર સાથે પરણાવી હતી.
બે વર્ષના લગ્નજીવનમાં થોડોક સમય તેણીને સારી રીતે રાખ્યા બાદ પતિ અનુપજી પારસાજી ઠાકોર તથા સસરા પારસાજી ધરમાજી ઠાકોર અને સાસુ નીલાબેન પારસાજી ઠાકોર (રહે. કુડા તા.લાખણી) તેણીને અવારનવાર ઘરનું કામકાજ આવડતું નથી તેમ કહીને મેણાંટોણાં મારતા હતા. સાસુ-સસરાની ચડામણીથી પતિ અવારનવાર મારપીટ કરતા હતા.ત્રાસ સહન થતો ન હતો.
બીજી બાજુ 23 મેની રાત્રિના દસ વાગ્યાના સુમારે તેણી પરિવાર સાથે જમી પરવારી ઘરમાં સુઈ રહેલ હતા. સવારમાં જોતાં તેણીનો મૃતદ્દેહ ઘરમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. આ અંગે તેણીના પિયર પક્ષને જાણ કરવામાં આવી હતી. પિતા અમિચંદજી ચોથાજી ઠાકોર (રહે. ડેકા)એ આ અંગે આગથળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ત્રણ સામે દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.