બનાસકાંઠાની દાંતીવાડા કૃષિ યુનિવર્સીટીમાં વેટેનરીના વિભાગના છાત્રો હડતાલ પર ઉતર્યા છૅ. ઇન્ટરશીપ ભથ્થું વધારવાની માંગને લઈ અવાર નવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા છેવટે વિદ્યાર્થીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છૅ. માંગ નહીં સ્વીકારય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન છેડવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
300 જેટલાં વિદ્યાર્થીઓએ ધરણા પર બેઠા
સરદાર કૃષિનગર વેટેનરી કોલેજ કામધેનુ યુનિવર્ષીટીના નેજા હેઠળ કાર્યરત દાંતીવાડા વેટેનરી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાય સમયથી સરકાર દ્વારા આપવામાં આવતું ઇન્ટરસીપ ભથ્થું વધારવાની માંગ કરી રહ્યા છૅ. જોકે, આ વિદ્યાર્થીઓએ ભથ્થા વધારાની માંગને લઇ જીલ્લા કલેકટર કચેરીથી લઈ મુખ્યમંત્રી કચેરી સુધી રજુઆતો કરી ભથ્થા વધારાની માંગ કરી છતા પણ સરકાર દ્વારા વિદ્યાર્થીઓની રજુઆતને ધ્યાને ન લેવાતા છેવટે હવે વિદ્યાર્થીઓ આંદોલનના માર્ગે વળ્યા છે.
વિદ્યાર્થીઓના આક્ષેપ
આજે દાંતીવાડા કૃષિ યુનિર્વિસટીના વેટરનરી વિભાગના 300 જેટલા વિદ્યાર્થીઓએ વેટેનરી કોલેજ બહાર જ ધરણા યોજી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપો કરાયા છે કે, ગુજરાત રાજ્ય બહાર વેટેનરી વિભાગના વિદ્યાર્થીઓને મોટા ઈન્ટરશીપ ભથ્થા આપવામાં આવે છે.જેની સામે ગુજરાત સરકાર દ્વારા માત્ર 4200 નું ભથ્થું આપવામાં આવી રહ્યું છે જેને લઇ આ વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાય સમયથી મુશ્કેલીઓ વેઠી રહ્યા છે ત્યારે હવે આ ભથ્થું 4200 થી વધારી 18 હજાર કરવામાં આવે તેવી માંગ સાથે આંદોલનની શરૂઆત કરી છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.