પાલનપુર જીડીમોદી કોલેજમાં શુક્રવારે વિદ્યાર્થીઓ વહેલા આવી જતા સિક્યોરિટીએ અટકાવતા હોબાળો સર્જાયો હતો.જ્યાં કોલેજ સૂત્રોએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ સમય પહેલા આવી જાય જેના કારણે કોલેજમાં ઝગડાઓ ન થાય તે માટે રોકવામાં આવ્યા હતા.
પાલનપુર એરોમા સર્કલ નજીક આવેલ જીડીમોદી કોલેજમાં શુક્રવારે સવારે આર્ટસ,કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓને કોલેજના દરવાજા આગળ સિક્યોરિટી દ્વારા અટકાવતા તમામ વિદ્યાર્થીઓ ભેગા મળી હોબાળો મચાવ્યો હતો.અંતે મામલો શાંત પડ્યો હતો.
જોકે આ અંગે કોલેજના સુત્રોએ જણાવ્યું હતું કે, કોલેજમાં મોટાભાગના વિદ્યાર્થીઓ વહેલા આવી જાય છે જેના કારણે કોઈ અસમાજિક તત્વો અંદર ઘુસી જાય અને ઝગડાઓ ન થાય તે માટે વિદ્યાર્થીઓને આપેલ સમયે કોલેજમાં આવવાનું હોય તેની પંદર મિનિટ પહેલા પ્રવેશ આપવામાં આવશે જેથી વિદ્યાર્થીઓ વહેલા આવતા અટકાવવામાં આવતા હોબાળો સર્જાયો હતો.
કોલેજ બહાર વિદ્યાર્થીઓનો જમાવડો
પાલનપુરમાં ઘણી બધી કોલેજો આવેલી છે પરંતુ જીડીમોદી કોલેજ બહાર કેટલાક વિદ્યાર્થીઓ જમાવડો કતી બેઠા હોય છે જેને લઈ અનેકવાર ઝઘડાઓ થતા હોય છે બે વાર કોલેજમાં તલવારો વડે હુમલો કરયાની ઘટના ઘટી ચુકી છે જેથી આ જમાવડો બંધ થાય તેવા કોલેજ દ્વારા પગલાં ભરવામાં આવે તેવી શહેરીજનોની સહિત વાલીઓની માંગ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.