ફ્રીશિપકાર્ડ:મેડિકલ, એન્જિનિયરિંગ અને કોલેજમાં પ્રવેશ માટે ફ્રીશિપ કાર્ડ છાત્રોને મળતું નથી

પાલનપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે છ લાખની આવક મર્યાદાની જાહેરાતનો પરિપત્ર કચેરીઓમાં ન કરતાં અટવાયા

સરકારે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે છ લાખની આવક મર્યાદાની જાહેરાતનો પરિપત્ર સંબંધિત કચેરીઓમાં ન કરતા વિદ્યાર્થીઓને ફ્રિશીપ કાર્ડ મેળવવામાં મુશ્કેલીઓ પડી રહી છે. હાલમાં મેડીકલ, એન્જિનિયરિંગ અને કોલેજમાં પ્રવેશ માટેની કાર્યવાહી ચાલી રહી છે જેમાં ફ્રીશિપકાર્ડ વિદ્યાર્થીઓને ન મળતા ખર્ચ કરવો પડી રહ્યો છે.

જિલ્લા પંચાયતના ભાજપના સદસ્ય અશ્વિન સક્સેનાએ સરકારને જ લેખિત રજૂઆત કરીને જણાવ્યું હતું કે હાલમાં શૈક્ષણિક સત્રમાં એડમીશન પ્રક્રિયા ચાલે છે. જેમાં મેડીકલ,એન્જીનીયરીંગ તેમજ કોલેજ ક્ષેત્રમાં આગળના અભ્યાસના વિધાર્થીઓ ફી શીપ કાર્ડ કઢાવવા માટે નાયબ નિયામકની કચેરી અનુસુચિત જાતિ કલ્યાણની જિલ્લા કચેરીએ જતા હોઈ છે. ત્યારે કેબીનેટમાં મંજૂરી મળી હતી કે 14 મી એપ્રિલએ ર્ડા.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ પ્રસંગે રૂા.6 લાખની આવક મર્યાદા વિધાર્થીઓ માટે જાહેરાત કરાઈ છે.

જેના અનુસંધાને વિધાર્થીઓ જયારે ફ્રિ-શીપ કાર્ડ મેળવવા જાય છે ત્યારે સબંધિત વિભાગના અધિકારી-કર્મચારીઓ ઘ્વારા જણાવવામાં આવે છે કે, જાહેરાત સબંધે સ૨કા૨એ તેમજ વિભાગે કોઈ જ પ્રકારનો ઠરાવ કે પરિપત્ર થયેલ નથી.

અન્ય સમાચારો પણ છે...