રજૂઆત:દાંતીવાડાના TDOની બદલીની માંગ સાથે રાજ્ય તલાટી મહામંડળ જોડાયું

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દાંતીવાડા તાલુકાના બે તલાટીના ઇજાફા અટકાવતા બનાસકાંઠા સહિત ગુજરાત રાજ્ય તલાટી મહામંડળે ટીડીઓની બદલીની માંગ કરી છે.

દાંતીવાડાના તલાટીને તાલુકા વિકાસ અધિકારી અંકિતાબેન ઓઝા હેરાન પરેશાન કરવામાં આવતા તલાટીઓ દ્વારા વિવિધ સ્તરો પર રજૂઆત અને આવેદનપત્ર આપેલા છે. પરંતુ કેટલાક વહિવટી અધિકારીઓ આ ટીડીઓની તરફેણ કરી તલાટીઓની એકતાને કચડી નાખવા માંગે છે. આ બાબતે રાજ્યના તલાટી મહા મંડળના પ્રમુખ પંકજભાઈ મોદીએ જણાવ્યું હતું કે, બનાસકાંઠાના તલાટી કમ મંત્રી મિત્રો ને સહકાર અને સહયોગ આપવાની જરૂર છે.

સૌએ આગામી સોમવારના રોજ ગુજરાત ભરના તમામ તાલુકા મથકોએ દાંતીવાડા તાલુકા વિકાસ અધિકારીની તાત્કાલિક બદલી કરવા પંચાયત મંત્રીને આવેદન તાલુકા વિકાસ અધિકારી મારફત તેમજ મુખ્યમંત્રીને સંબોધન કરેલ આવેદન પત્ર મામલતદાર મારફતે સરકારમાં મોકલી સંગઠનની તાકાત - એકતાનો પરચો બતાવવા પોતાના જિલ્લાના તમામ તાલુકા મથકોએ બંને અધિકારીને આવેદન આપવામાં આવે તેવી જિલ્લા મંડળે કરવાની રહેશે અને આપેલ આવેદનની કોપી ગૃપમાં શેર કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...