રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેમદપુર ગામની પ્રાથમિક શાળામાં 70 બાળકોને પ્રવેશ આપી રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. મેમદપુર ગામે મુખ્યમંત્રીનું બાળાઓ અને ગ્રામજનો દ્વારા સ્વાગત કરાયું હતું. ત્યારે મુખ્યમંત્રીએ બાળકોને ચોકલેટ ખવડાવી અને શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. ગ્રામજનોએ ગૌરવ અનુભવ્યું હતું કે મુખ્યમંત્રીએ વડગામ તાલુકા માંથી રાજ્યવ્યાપી શાળાઓમાં પ્રવેશનો પ્રારંભ કરાવ્યો છે ત્યારે હર્ષની લાગણી સાથે ગ્રામજનોએ પણ આ કાર્યક્રમને માણ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે બાળકો સાથે વાતચીત કરીએ એટલે ખાલી શીખવાડવાનું જ હોય એવું નથી.. બાળકો પાસેથી શીખવા પણ ઘણું મળે છે!
ભૂપેન્દ્ર પટેલે બાળકો સાથે વાતચીત કરી પ્રોત્સાહિત કર્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 17માં શાળા પ્રવેશોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ બનાસકાંઠાના વડગામ તાલુકાના મેમેદપુરા ગામની પ્રાથમિક શાળામાં બાળકોનું નામાંકન કરાવીને કર્યો છે. ભૂપેન્દ્ર પટેલે શાળામાં પ્રવેશ મેળવી રહેલા ભૂલકાઓ સાથે વડીલ વત્સલ ભાવે વાતચીત કરી હતી અને બાળકોની વચ્ચે બેસી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
રાજ્યમાં આજથી શરૂ થયેલા શાળા પ્રવેશ ઉત્સવ અંતર્ગત 31 હજાર ઉપરાંત સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ પાત્ર બાળકોનું નામાંકન કરવાના ત્રીદિવસીય શિક્ષણ સેવા યજ્ઞમાં રાજ્ય મંત્રી મંડળનામંત્રીઓ,પદાધિકારીઓ,વરિષ્ઠ સચિવો,અને વર્ગ 1 ના અધિકારીઓ સહભાગી થઈ રહ્યા છે. મુખ્યમંત્રીએ મેમદપુરા પ્રાથમિક શાળામાં એસ. એમ .સી.ના સભ્યો અને શાળાના શિક્ષકો, આચાર્ય સાથે બેઠકમાં ગામની શાળામાં સુવિધાઓ અને અન્ય વિકાસ કામોની બાબતો અંગે ચર્ચા કરી માર્ગ દર્શન આપ્યું હતું.
કસરાથી કરમાંવદ તળાવમાં નર્મદાની પાઇપ લાઈનની ખાતરી અપાઈ
છેલ્લા અઢી માસથી વડગામ તાલુકાના કરમાંવદ તળાવમાં નર્મદાના નીર નાખવા માટે આંદોલન ચાલી રહ્યું છે ત્યારે આજે વડગામ તાલુકામાં આવેલા મુખ્યમંત્રીએ વડગામ તાલુકાની પશુપાલક મહિલાઓ અને આગેવાનો સાથે વાત કરી હતી અને કસરા થી કરમાંવદ તળાવમાં નર્મદાની પાઇપલાઈનથી પાણી નાખવાની ખાતરી પણ આપી હતી. મેમદપુર ગામની શાળાના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચે એને ગ્રોથ એન્જિન કહેવાય તેવી વાત કરી હતી.
2003થી નરેન્દ્ર મોદીએ શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરી હતી
સરકાર છેવાડાના માનવી સુધી ગ્રોથ એન્જિન પહોચાડવા મારી ટીમ તૈયાર છે તેવું પણ કહ્યું હતું. શિક્ષણ સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે 2003થી નરેન્દ્રભાઈ મોદીએ શાળા પ્રવેશોત્સવની શરુઆત કરાઈ ત્યારથી આજ સુધી વડાપ્રધાનની પહેલ અકબંધ છે. જ્યારે ટેકનોલોજીના ઉપયોગ માટે શિક્ષણ જરૂરી છે, અને જેને લઇને ડ્રોપ આઉટ રેશિયો 50% થી 3% સુધીનો ઘટ્યો છે. જોકે પ્રવેશોત્સવના કારણે ગામડાઓમાં ઉત્સાહ વધ્યો અને બાળકો ભયમુક્ત અને તણાવ મુક્ત વાતાવરણમાં અભ્યાસ કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.