તપાસ:દાંતાની આશ્રમ શાળાનો સ્ટાફ ભાજપના ઉમેદવારના ચૂંટણી પ્રચારમાં લાગ્યાની રાવ

પાલનપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આશ્રમશાળા પર દેખરેખ રાખવા અધિકારીની નિમણૂક કરો: કાંતિ ખરાડી
  • શાળાઓમાં ચૂંટણીલક્ષી કામગીરી ન કરવા ચૂંટણી પંચને રજૂઆત

દાંતા તાલુકાના સ્થાનિક ભાજપના આગેવાન એલ.કે.બારડની વનવાસી ઉત્કર્ષ મંડળ ભચડિયા સંચાલિત આશ્રમ શાળાઓ આવેલી છે જેમાં ભાજપનો પ્રચાર પ્રસાર માટે સ્થાનિક કર્મીઓનો ઉપયોગ કરાવવામાં આવી રહ્યો હોવાનો સંગીન આક્ષેપ દાંતા ધારાસભ્ય અને દાંતા વિધાનસભા મત ક્ષેત્રના ઉમેદવાર કાંતિ ખરાડીએ કર્યો છે.દાંતા પ્રાંત અધિકારીને આ અંગે લેખિત રજૂઆત કરીને પગલાં ભરવા તાકીદ કરી છે. કાંતિ ખરાડીની લેખિત રજૂઆતમાં જણાવ્યું છે "કે વનવાસી ઉત્કર્ષ મંડળ ભચડિયા સંચાલિત આશ્રમશાળાના આચાર્યો, શિક્ષકો, સંચાલકો, ક્લાર્ક, પટાવાળા અને સ્કૂલના વિદ્યાર્થીઓ પાસે ભારતીય જનતા પાર્ટીના હરીફ ઉમેદવાર માટે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે.

જેની વિડિયો સીડી રજૂ કરવામાં આવી છે. જેથી આશ્રમશાળાના આચાર્ય શિક્ષકો સંચાલકો ક્લાર્ક પટાવાળા સહિતના સ્ટાફને દાતા અમીરગઢ તેમજ પાલનપુર વડગામ સિવાયના અન્ય તાલુકા ચૂંટણીલક્ષી કામગીરી આપવા ભલામણ છે. તેમજ આશ્રમશાળાના સંચાલકોના શિક્ષણ સાથે છેડા કરી આશ્રમ શાળાઓને રામ ભરોસો મૂકી તેમની કામગીરીમાં વ્યસ્ત છે. ઉપરાંત જ્યાં સુધી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી આશ્રમશાળા પર દેખરેખ રાખવા માટે ક્લાસ વન અધિકારીની નિમણૂક કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...