પિતાએ લીધેલ ગાડીની લોનના સેટલમેન્ટ પેટે પુત્રએ આપેલા બે ચેક રિર્ટન થતાં પુત્રને એક વર્ષની સજા ફટકારી હતી. કરજા ગામ રહેતા સોનસિંહ દાનસિંહ ચૌહાણએ પાલનપુરની શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપની લિમિટેડ શાખામાંથી ગાડી માટે લોન લીધી હતી. જેની બાકી નીકળતી રકમ રૂપિયા 1,06,156/- ભરપાઇ કરવા માટે આરોપી પુત્ર મંગલસિંહ સોનાસિંહ ચૌહાણએ આપેલા બે ચેક રિર્ટન થયા હતા .
આ અંગે બ્રાંચ કલેકશન મેનેજરે ફરિયાદ નોંધાવી હતી. જે કેસ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશ અનસૂલકુમાર કૌશિકે ફરિયાદીના વકીલ જયેશ બી ગોસ્વામીની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી મંગલસિંહ સોનસિંહ ચૌહાણને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, 1881ની કલમ 138 હેઠળ ગુનો કરવા બદલ 1 (એક) વર્ષની સાદી કેદની સજા કરી હતી. જો રકમ ન ચૂકવે તો વધુ છ માસની સજાનો હૂકમ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.