નશાનો કારોબાર ઝડપાયો:પાલનપુર-ડીસા હાઈવે પરથી SOG પોલીસે ઝારખંડથી પોષડોડા લઈને આવતી ટ્રક ઝડપી પાડી

પાલનપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાજસ્થાનમાં લઇ જવાતા પોષડોડાની હેરાફેરીનો બનાસકાંઠા એસઓજીએ પર્દાફાસ કર્યો
 • 3000 કટ્ટા કબજે લઇ પોલીસે રાજસ્થાનના ટ્રક ચાલકની અટકાયત કરી
 • પોષડોડા ભરેલી ટ્રક સહિત અંદાજે 90 લાખનો મુદ્દામાલ જપ્ત
 • પોલીસે ટ્રક ચાલકને ઝડપી આગળની તપાસ હાથ ધરી

પાલનપુર-ડીસા હાઈવે પરથી બનાસકાંઠા SOG પોલીસે એક ટ્રકમાંથી મોટા પ્રમાણમાં પોષડોડા ઝડપી પાડયા હતા. ઝારખંડથી ટ્રકમાં પોષડોડા ભરી ગુજરાતમાં લઈ આવવામાં આવતા હતા જેને એસઓજી પોલીસે ઝડપી પાડી અંદાજે 90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં ડીસા-પાલનપુર હાઈવે પરથી બનાસકાંઠા SOG પોલીસે ઝારખંડથી પોષડોડા લઈને આવતી ટ્રક ઝડપી પાડી છે. પોલીસને મળેલી બાતમી હકીકતના આધારે ટ્રક શંકાસ્પદ લાગતા હાઈવે ઉપર ટ્રક રોકાવી તપાસ કરતા ટ્રકમાંથી મોટા પ્રમાણમાં પોષડોડા મળી આવતા એસ.ઓ.જી પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે તાત્કાલિક ટ્રક ચાલકને પકડી પાડી પોષડોડા સહીત કુલ 90 લાખનો મુદ્દામાલ હોવાનો એસ.ઓ.જી પોલીસ દ્વારા જાણવા મળ્યું છે. પોલીસે મુદ્દામાલ કબજે લઇ વધુ તપાસ હાથ ધરી છે.

પૌવાની 184 - આંબલીની 56 બેગો મળી
પાલનપુરના ચડોતર નજીક એસઓજીની ટીમે એક પોષડોડા ભરેલી ટ્રક ઝડપી હતી. જેમાં પોલીસને ખબર ન પડે તે માટે ટ્રકના પાછળના ભાગે પૌવાની 184 બેગો તેમજ આંબલીની 56 બેગો વચ્ચે પોષડોડા ના કટ્ટા મળી આવ્યા હતા.

એક વર્ષમાં ઝડપાયેલો માદક પદાર્થ

 1. 18/02/2021: અમીરગઢ ચેકપોસ્ટે કારમાં મુસાફરી કરતાં મુસાફર પાસેથી રૂપિયા 5,03,100નો 3.354 કિ.ગ્રા. ચરસનો જથ્થો ઝડપાયો મોબાઇલ ફોન, રોકડ રકમ સહિત કુલ રૂપિયા 5,14,400નો મુદ્દામાલ કબ્જે લેવાયો
 2. 3/3/2021: ડીસાના રાણપુર ઉગમણાવાસ ખાતેથી રૂપિયા 40,71,600નો 407.16 ગ્રામ ગાંજા સાથે ત્રણની અટકાયત (ખેતરમાં ગાંજો વાવ્યો હતો)
 3. 3/4/2021: થરાદ નજીકથી રૂપીયા 4,08,70ના હેરોઇન (સ્મેક) 40.87 ગ્રામ સાથે ત્રણ શખ્સોની અટકાયત (ગાડી સહિત કુલ રૂ. 9,13,300)
 4. 12/06/2021: ડીસાના ભડથ ગામની સીમમાંથી રૂપિયા 1300ના 1.330 ગ્રામ ગાંજા સાથે 1 શખ્સની અટકાયત ખેતરમાં 9 છોડ ખેતરમાં વાવ્યા હતા.
 5. 24/07/2021: થરાદ નજીકથી રૂપિયા 2,00,000ના મેફેડ્રોન (અેમ. ડી.) ડ્રગ્સ સાથે બાઇક ચાલકની અટકાયત
 6. 15/11/2021: કાંકરેજના વિઠલોદ ગામેથી રૂપિયા 71,500ના 7.15 ગ્રામ) ગાંજા સાથે 1 શખ્સની અટકાયત (ઘર પાસે ગાંજો વાવી વેચાણ કરતો હતો)
 7. 29/11/2021: પાલનપુરમાં રામપુરા ચોકડી નજીક અંબાજીથી નારાયણપુરા સરોવર જતી બસમાંથી રૂ. 53,350નો 5.335 કિ.ગ્રા. ગાંજા સાથે બે શખ્સોની અટકાયત
અન્ય સમાચારો પણ છે...