વડગામના સમશેરપુરા ગામમાં બુધવારે રાત્રી દરમિયાન ત્રાટકેલી ચંદન ટોળકી ટોળકીએ 6 ખેડૂતના ખેતરમાંથી રૂ. 13 ચંદનના વૃક્ષ કાપી ચોરી કરી હતી. તેમજ 18 વૃક્ષો કાપી નુકસાન કર્યું હતું. આ અંગે ખેડૂતે ગુવારે વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તેમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
ઇડર બાદ ચોરોની નજર બનાસકાંઠાના ચંદન પર
ઉત્તર ગુજરાતમાં ચંદનના વૃક્ષોની ચોરી કરતી ટોળકી સક્રિય થઈ છે. ઇડર સહિતના પંથકમાં ચોરી થયા બાદ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના સમશેરપુરામાં પણ ચંદનના વૃક્ષો ચોરાયા છે. ગામના ખેડૂત રજનીકાંત જેઠાભાઇ ચૌધરીએ પોતાના ખેતરમાં 40 ચંદનના વૃક્ષ વાવેલ હતા. જે આશરે પાંચથી પચીસ વર્ષના હતા.
10 વૃક્ષના કટિંગથી આશરે બે લાખ રૂપિયાનું નુકસાન
બુધવારે સાંજે ગાયો ભેસો દોહીને આઠ વાગ્યે ઘરે આવ્યા હતા.દરમિયાન રાત્રિના સુમારે આવેલા શખ્સો રૂપિયા 4 લાખના ચાર નંગ ચંદનના વૃક્ષની ચોરી કરી ગયા હતા. તેમજ ખેતરમાં અન્ય 10 વૃક્ષને કટિંગ કરી આશરે બે લાખ રૂપિયાનું નુકસાન કર્યું હતું. આ ઉપરાંત ગામના અન્ય પાંચ ખેડૂતોના ખેતરમાં મળી કુલ 13 વૃક્ષોની ચોરી કરી હતી. જ્યારે 18 વૃક્ષ કટિંગ કરી નુકસાન પહોંચાડ્યું હતું.
થડથી આશરે 10થી 12 ફૂટ લંબાઇનું કટિંગ કર્યું
આ અંગે રજનીકાંત ચૌધરીએ વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તેમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.ખેતરમાં ખાત્રી કરતા તસ્કરો ચંદનના ઝાડના થડ આશરે 10થી 12 ફૂટ લંબાઇના કટિંગ કરી ચોરી લઈ ગયેલ હતા.
ચંદનના વૃક્ષ પરિપક્વ છે કે નહીં તે જાણવા કાપી નુકસાન કર્યું
જ્યાં ચંદનના વૃક્ષની ચોરી કરવા આવેલા ચોરોએ ચંદનનુ વૃક્ષ પરિપક્વ છે કે નહીં તે જાણવા કાપી નુકશાન કર્યું.
ક્યા ખેડૂતના ખેતરમાં ચોરી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.