પાલનપુર એરોમા સર્કલ નજીકથી જીવદયાપ્રેમીઓએ એક ટ્રકમાં કતલખાને લઇ જવાતા 16 પશુઓને બચાવી લીધા. આ અંગે જાણ કરવામાં આવતા પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પાલનપુર પ્રકાશનગરમાં રહેતા જીવદયા પ્રેમી ગોપાલભાઇ મેણા,સંજય પ્રજાપતિ, પીન્ટુભાઇ,લાલજીભાઇ રબારી પાલનપુર હનુમાન ટેકરી ખાતે વોચ ગોઠવી હતી. દરમિયાન તે ડીસા તરફથી આવતી આઇસર ગાડી નંબર જીજે.08.એ.યુ.8030 આવતા તેને પોલીસની મદદથી રોકાવી તપાસ કરતા તેમાં 16 નંગ ભેસો રૂ.1.60 લાખ ભરેલી હતી.તેમજ ટ્રકમાં ઘાસચારા કે પાણીની સગવડ કરેલ ન હતી.તેમજ પશુઓની ચામડી ઘસાય તે પ્રકારે ક્રુરતા પૂર્વક ભરેલ હોવાથી ટ્રકને પોલીસ સ્ટેશન લઇ જવાઈ હતી.
આ અંગે ગોપાલભાઈ મેણાએ પાલનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક ડીસા ગવાડી વિસ્તારના ઝફરભાઇ ઉમરભાઇ કુરેશી સામે પશુ ક્રૂરતા નિવારણ એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.