પાલનપુર અમદાવાદ હાઇવે પર આવેલા એસબી પુરા પાટીયા નજીક એક પીકઅપ ડાલુ પલટી મારી જતા અકસ્માતો સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. નેશનલ હાઇવે પર અમદાવાદ તરફથી આવી રહેલા પીકઅપ ડાલા એસબી પુરા પાટીયા નજીક એક બાઈક સવારે અચાનક વચમાં આવી જતા પીકઅપ ચાલકનું સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો જેમાં પીકઅપમાં સવાર છ લોકો ઘાયલ થયા નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા માળી રહ્યો છે જેમાં આજે અમદાવાદ તરફથી આવી રહેલા પીકઅપમાં જુના લાકડાનો સમાન ભરીને આવતા પાલનપુર ના એસબી પુરા પાટિયા નજીક અચાનક એક બાઈક સવાર આવી જતા પીકઅપ ચલાકે બાઈક સવારને બચાવા જતા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા પીકઅપ રોડની સાઈડમાં પલ્ટી મારી ગયું હતું પીકઅપમાં સવાર 6 જેટલાં ઈસમો ને ઈજાઓ પહોચી હતી જોકે અકસ્માત સર્જાતા આજુબાજુના લોકો અને પીકઅપમાં સવાર 6 જેટલા ઈસમોને બહાર નીકાળી 108 ને જાણ કરી હતી 108 તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઘાયલોને સવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા..
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.