વેપારીઓને દંડ ફટકાર્યો:પાલનપુરમાં 25 દુકાનોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા ટીમે રૂ.14,800નો દંડ ફટકાર્યો

પાલનપુર પાલિકાની ટીમે શુક્રવારે બજારની 25 દુકાનોમાં રેડ કરી 75 માઈક્રોથી ઓછું પ્લાસ્ટિકનું વેચાણ કરતાં વેપારીઓને દંડ ફટકાર્યો હતો. પાલિકા સેનિટેશન ટીમ દ્વારા શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકની રેડમાં હતા દરમિયાન કોઝી, નવા બસસ્ટેન્ડ વિસ્તારની 25 જેટલી દુકાનોમાં ઓચિંતી રેડ કરતા 75 માઈક્રોથી ઓછું પ્લાસ્ટિકનું વેચાણ કરતા વેપારીઓનું પ્લાસ્ટિક જપ્ત કરી રૂ.14,800નો મુદ્દામાલ કબ્જે લઈ દંડ ફટકાર્યો હતો.

આ બાબતે સેનિટેશન વિભાગના ઓમકારભાઈએ જણાવ્યું હતું કે, શહેરમાં 75 માઈક્રોથી ઓછું પ્લાસ્ટિક વેચતા સામે કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે કોઝી વિસ્તારની 25 જેટલી દુકાનોમાં ઓચિંતી રેડ કરી પ્લાસ્ટિકની ચમકી 70 પેકેટ, ગ્લાસ 25 પેકેટ, થર્મોકોલ ડીઆઈએસ 2 પેકેટ, વાટકા 2 પેકેટ, સ્ટ્રો 12 પેકેટ તેમજ 45 કિલો પ્લાસ્ટિકની થેલીઓ જપ્ત કરી રૂ.14,800નો દંડ ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...