સમસ્યા જૈસે થે:પાલનપુરમાં એરોમા સર્કલ પાસે ટ્રાફિક ઘટાડવા સિગ્નલ લગાડ્યા પણ ટ્રાફિક સમસ્યા યથાવત

પાલનપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રાફિક કર્મીઓને કડક થવાની જરૂર : વાહન ચાલક

પાલનપુર શહેરની ટ્રાફિક સમસ્યા કેટલાક દિવસોથી વકરી છે. સમસ્યાના નિવારણ માટે એરોમા સર્કલ પર ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવ્યા. પરંતુ ટ્રાફિક સમસ્યા ઉકેલનો દાવ જાણે કે ઊલટો પડ્યો હોય એમ ટ્રાફિક ઘટવાના બદલે વધી ગયું છે. પહેલા થોડી મિનિટો ઉભા રહેવું પડતું હતું જેના બદલે હવે મિનિટો પણ વધી ગઈ છે અને અવ્યવસ્થા પણ સર્જાવા લાગે છે.

પાલનપુર શહેરના જે વાહન ચાલકોને દરરોજ સવાર સાંજ એરોમાં સર્કલના ટ્રાફિક પર અટવાઈ જવું પડે છે તેવા વાહન ચાલકોએ પોતાની પ્રતિક્રિયા દિવ્યભાસ્કર સમક્ષ રજૂ કરી હતી અને જણાવ્યું હતું કે " ભારે વાહનોને ડીસા તરફ કે આબુ હાઇવે તરફ જવા માટે વધુ સમય સુધી સેકન્ડ રાખવામાં આવવી જોઈએ, ટ્રાફિક સિગ્નલમાં લેફ્ટ સાઈડ હંમેશા ખુલ્લી રહેવી જોઈએ એના બદલે ઉતાવળિયા વાહન ચાલકો પોતાનું વાહન ત્યાં આગળ લઈ જઈને ઊભું રાખે છે. એટલે જેને ડાબી બાજુ જવું હોય એ લોકોએ પણ ફરજિયાતપણે પાછળ રાહ જોવી પડે છે.

આ બાબતનો ઉકેલ જબરજસ્ત લોક જાગૃતિ થકી અને ત્યાં ઉભા રહી જતા એવા ખોટા વાહન ચાલકોને દંડાત્મક કાર્યવાહી થકી જ લાવી શકાય એ સિવાય કોઈ ઉકેલ નથી." અન્ય એક વાહન ચાલકે જણાવ્યુકે " મોટા શહેરોમાં ટ્રાફિક પોઇન્ટ ઉપર બમ્પ હોતા નથી જ્યારે અહીં બમ્પ છે. એટલે ટ્રાફિક ખુલે પછી જે ગણતરીની સેકન્ડોમાં ટ્રાફિક ક્લીયર કરવા માટે ઝડપથી વાહનોને નીકળી જવાનું હોય એ નીકળી શકતાં નથી. ફરજિયાત પણે બધા જ વાહનોએ ધીમા પડવું પડે છે.

એટલે એ બમ્પ બધા જ દૂર કરવા પડે અને દરેક વાહન ચાલકોએ તીવ્ર ગતિથી પોતાને જવાની જે દિશા હોય એ બાજુ તીવ્ર ગતિથી નીકળી જવું પડે." અન્ય એક વાહન ચાલકે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે " પાલનપુર મા મોટાભાગના રીક્ષા ચાલકોને ડ્રાઈવીંગનુ પુરતુ નોલેજ નથી. પેસેન્જર રોડ પર હોય અને 5 રીક્ષા ચાલકો એમની આજુબાજુ આવી જશે . જેમના લીધે પણ ટ્રાફિક સર્જાય છે.

અન્ય સમાચારો પણ છે...