પાલનપુરની જી.ડી. મોદી કૉલેજ ઑફ આર્ટસ પાલનપુર સેમ -4મા અભ્યાસ કરતી વિદ્યાર્થીની શ્રેયા જીગ્નેશભાઈ ઓઝાએ ગુજરાત ફૂટબોલ અસોસિએશન દ્વારા યોજાયેલી ફૂટબોલની સ્પર્ધામાં ભાગ લીધો હતો. પહેલાં અલગ-અલગ રાજ્યોમાં ફૂટબોલની સ્પર્ધા રમ્યા બાદ તેઓ પસંદગી પામી ઇન્ડિયન વિમેન્સ લીગ ફૂટબોલની સ્પર્ધા રમવાની તક શ્રેયાને મળી હતી ઉડીસા ભુવનેશ્વર ખાતે યોજાયેલ સ્પર્ધામાં શ્રેયા મેન ઓફ ધ મેચ બની અને પ્રથમ રેન્કમાં આવી છે
પાલનપુરની જી.ડી. મોદી કૉલેજ ઑફ આર્ટસ પાલનપુર સેમ -4મા અભ્યાસ કરતી વિદ્યાર્થીની શ્રેયા જીગ્નેશભાઈ ઓઝાએ ગુજરાત ફૂટબોલ અસોસિએશન દ્વારા યોજાયેલી ફૂટબોલની સ્પર્ધામાં ભાગ લીધો હતો. અમદાવાદની ARA FC ક્લબ દ્વારા સ્ટાર ખેલાડીઓને રમવાની તક આપી હતી. જેમાં પાલનપુરની જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટસની વિદ્યાર્થીની શ્રેયા ઓઝાએ પણ ટીમમાં ભાગ લીધો હતો.
પહેલાં અલગ-અલગ રાજ્યોમાં ફૂટબોલની સ્પર્ધા રમ્યા બાદ તેઓ પસંદગી પામી ઇન્ડિયન વિમેન્સ લીગ ફૂટબોલની સ્પર્ધા રમવાની તક શ્રેયાને મળી હતી. ઉડીસા ભુવનેશ્વર ખાતે યોજાયેલી સ્પર્ધામાં શ્રેયા મેન ઓફ ધ મેચ બની અને પ્રથમ રેન્કમાં આવી છે. શ્રેયાએ જી.ડી.મોદી કોલેજ તેમજ બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કર્યું છે. કોલેજના પ્રિન્સિપાલ ડો.એસ.જી.ચૌહાણ તથા કોલેજ પરિવાર તેમજ સ્પોર્ટ્સ કન્વીનર ભારતીબેન રાવતે તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.