પગપાળા યાત્રા:શિહોરીનું જય અંબે મિત્ર મંડળ 1996થી અંબાજીની પદયાત્રા કરે છે, આજે કીર્તિસિંહ વાઘેલાએ રથનું પ્રસ્થાન કરાવ્યું

બનાસકાંઠા (પાલનપુર)25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાજતે ગાજતે દુગાવાડા સુધી રથ મૂકવા આખું ગામ પહોંચ્યું

કાંકરેજના મુખ્ય મથક શિહોરીથી જય અંબે મિત્ર મંડળ દ્વારા 1996થી પરંપરાગત રથ લઇ અંબાજી પગપાળાનું રાજ્યના શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા એ પ્રસ્થાન કરાવ્યું છે જેમાં વાજતે ગાજતે દુગાવાડા સુધી રથ મુકવા આખું ગામ પહોંચ્યો હતો. 26 વર્ષથી જય અંબે મિત્ર મંડળ દ્વારા પગપાળા અંબાજી યાત્રા નું આયોજન કરવામાં આવે છે.

બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે 5 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પુનમનો મહામેળો શરૂ કરવામાં આવ્યો છે. વહીવટીતંત્રએ માતાજીના દર્શન કરવા આવતા લોકોને અગવડ ના પડે તેને લઈ સજ્જ બન્યું છે. જોકે દુર દૂરથી માતાજીના રથ લઈ અને પગપાળા ચાલતા આવતાં યાત્રિકો માટે વહીવટી તંત્રને સેવાભાવી લોકોએ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં આજે કાંકરેજના મુખ્ય મથક શિહોરીથી 1996થી પરંપરાગત જય અંબે મિત્ર મંડળ દ્વારા યોજાતી પદયાત્રાનું રાજ્યના શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલાએ આરતી કરી રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. ચોરી ગામના માર્ગો ઉપર જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું. વાજતે ગાજતે દુગા વાડા સુધી રથ મુકવા આખું ગામ પહોંચ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...