કાંકરેજના શિહોરીમાં હની બાળકોની હોસ્પિટલના આઇસીયુમાં આગથી બાળકના મોતની ઘટનામાં ગુરૂવારે ગાંધીનગર ફાયર વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જોકે, આગ લાગવાનું કારણ જાણી શકાયું ન હતુ. બીજી તરફ પોલીસે પંચનામું કરી હાલ પૂરતી હોસ્પિટલને બંધ કરી છે.
શિહોરીની હની હોસ્પીટલમાં આગથી બાળકના મોતની ઘટનામાં ગુરૂવારે ગાંધીનગરના ફાયર વિભાગના એક્ષપર્ટ હિમાંશુએ ટીમ સાથે તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત પોલીસ, એફ.એસ.એલ, યુજીવીસીએલ દ્વારા પણ ક્યા કારણો જવાબદાર હોઈ શકે તો ફોલ્ટ થાય એ શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
બીજા દિવસે આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું ન હતુ. હજુ સુધી કોઈ પણ પ્રકારનો રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો નથી પરંતુ એક બે દિવસમાં તમામ પ્રકારની હકીકતો પ્રકાશમાં આવશે તેવું તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે. દરમિયાન પોલીસ દ્વારા પંચનામુ કરીને હાલમાં હની હોસ્પિટલને બંધ કરી દેવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.