સ્થાનિકોમાં રોષ:પાલનપુરના જુનાડાયરા વિસ્તારમાં ગટરનું પાણી ઘરોમાં ઘૂસી ગયું

પાલનપુર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અવારનવાર પાલિકાને રજૂઆત છતાં કોઈ નિરાકારણ નહીં

પાલનપુના જુના ડાયરા વિસ્તારમાં ગટરનું દૂષિત પાણી ઘરોમાં ઘુસતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. અવારનવાર પાલિકાને રજૂઆત છતાં કોઈ નિરાકારણ આવતું નથી. પાલનપુરમાં અવારનવાર ગટર પાણીની સમસ્યાને લઈ સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છીએ છે ત્યારે બુધવારે પાલિકાના જુના ડાયરા ફોફળિયા કુવા તરફ જવાના માર્ગ પર ગટર ચોકઅપ થતા તેનું દૂષિત પાણી બહાર આવી જાહેરમાર્ગો તેમજ ઘરમાં ઘુસ્યું હતું જેને લઈ સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો.

આ બાબતે સ્થાનિકો તેમજ મહિલાઓએ આક્ષેપ સાથે જણાવ્યું હતું, અવારનવાર ગટરનું પાણી ઉભરાયને માર્ગમાં ફેલાય છે જેને લઈ બીમારી ઉદ્ધવે છે આજે પણ ગટર ઉભરાઈ હતી જેનું પાણી છેક ઘરમાં ઘુસ્યું હતું.પાલિકાને રજુઆત કરવા છતાં કોઈ સાફ સફાઈ કરવા આવતું નથી.

અન્ય સમાચારો પણ છે...