હાલાકી:પાલનપુરમાં મીઠીવાવ જગાણિયા મહોલ્લામાં ગટર ઉભરાતાં ગંદકી

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકામાં રજૂઆત છતાં સફાઈ કરાતી નથી : રહીશો

પાલનપુર નગરપાલિકાના મીઠીવાવ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ગટર ઉભરાઈ છે.સ્થાનિકોએ આક્ષેપ સાથે જણાવ્યું કે, બે દિવસથી ગટર ઉભરાય છે તેમ છતાં પાલિકામાંથી કોઈ સાફ સફાઈ કરવામાં આવતી નથી. પાલનપુર પાલિકા વિસ્તારમાં અવારનવાર ગટર ઉભરાવવાની પરિસ્થિતિ સર્જાતી હોય છે.

જેને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.જ્યાં હજુ કમાલપુરા અને સલાટવાસની ગટર ઉભરાય બે દિવસ થયા એના પછી વોર્ડ નંબર 11 ના મીઠીવાવ જગાણિયા મહોલ્લામાં ગટર સાફ કરવાંમાં ન આવતા ગટર બ્લોક થઈ ગઈ હતી.

જેને લઈ તેનું દૂષિત પાણી ગટરના ભૂંગળા દ્વારા બહાર આવવા લાગ્યું હતું જેની દુર્ગદથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.આ બાબતે સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે, અમારા વિસ્તારમાં પાલિકા દ્વારા ગટર સાફ કરવામાં ન આવતા ગટર ઉભરાઈ તેનું દૂષિત પાણી બહાર આવવા લાગ્યું છે જેના કારણે દુર્ગંધ મારે છે તો તાત્કાલિક ગટર સાફ કરવામાં આવે તેવી માંગ ઊઠી છે.

અન્ય સમાચારો પણ છે...