ગ્રાઉન્ડ રિપોર્ટ:અમીરગઢના કાનપુરામાં 40 ફૂટ નીચે પથ્થર આવતાં પાણીની ગંભીર તંગી

પાલનપુરએક મહિનો પહેલાલેખક: નરેશ ચૌહાણ
  • કૉપી લિંક
લોકો પાણી માટે બોર બનાવી રહ્યા છે. પર઼તુ પાણી ન થતાં ખેડૂતો કફોડીની હાલતમાં મુકાઈ ગયા છે.પથ્થર આવી જતાં પાણી પણ મળતું નથી. - Divya Bhaskar
લોકો પાણી માટે બોર બનાવી રહ્યા છે. પર઼તુ પાણી ન થતાં ખેડૂતો કફોડીની હાલતમાં મુકાઈ ગયા છે.પથ્થર આવી જતાં પાણી પણ મળતું નથી.
  • 3 વનવાસી ખેડૂતોએ ચાર મહિનામાં 10 બોર બનાવવા લાખો ખર્ચી નાખ્યા પણ એકેય બોરમાં પાણી ના નીકળ્યુ

પાલનપુરથી 50 કિલોમીટરના અંતરે આવેલા કાનપુરા ગામની બે વર્ષથી હાલત કફોડી બની છે. દૂર દૂર સુધી લહેરાતા ખેતરો દેખાતા નથી સીમાડો પૂરો થાય છે ત્યાં જ ચારેય બાજુ પર્વતીય હારમાળા આવેલી છે. કાનપુરા પાટિયાથી દોઢ કિલોમીટર આગળ જતા જમણી બાજુ રહેતા ખેડૂતે બારેમાસ ખેતી કરી શકે તે માટે ટ્યુબવેલ બનાવવાનું વિચાર્યું અને પોતાના ખેતરમાં બે મહિનામાં ત્રણ બોર બનાવડાવ્યા પરંતુ એકેયમાં પાણી નીકળ્યું નહીં. આવી જ કફોડી હાલત અન્ય બે ખેડૂતોની પણ છે.

બે મહિનામાં 10 ટ્યુબવેલ થયા પરંતુ તમામ નિષ્ફળ ગયા.ગુરુવારે ખેડૂતના ખેતરમાં 50 ફૂટ નીચે પથ્થર આવી જતા પથ્થર ચીરીને પેટાળનું પાણી ઉલેચી શકાય તે માટે હેવી મશીનરી ખેડૂતો દ્વારા લાવવામાં આવી. અને 150 ફુટ ઊંડે સુધી મશીનરી ગઇ. કલાકો સુધી હવામાં પથ્થરોની ડસ્ટ ઉડતી રહી અને આખરે થાકી હારીને ખેડૂતોએ હથિયાર હેઠા મુક્યા.

હેવી મશીન લઈને ડ્રીલિંગ કરવા આવેલા કર્મીએ જણાવ્યું કે "અમે પણ આ સ્થિતિમાં લાચારી અનુભવી રહ્યા છીએ. ખેડૂત પૈસા ખર્ચી રહ્યો છે અને સામે પરિણામ મળી નથી રહ્યું. આજુબાજુ બધે પાણી મળી રહ્યા છે પરંતુ કાનપુરમાં નીચે પથ્થર આવી જાય છે. અનેક ખેડૂતોને પથ્થર નીચે પણ પાણી મળ્યું છે. પરંતુ કોણ જાણે કેમ કાનપુરાના ખેડૂતોને હજુ સફળતા મળતી નથી."

2 વર્ષ અગાઉ ખોદેલા કૂવા ફેઇલ થયા..!
કરમની કઠણાઈ એ છે કે આજ ખેડૂતોએ બે વર્ષ અગાઉ સમગ્ર પરિવારે દિવસ રાત મજૂરી કરી કુવો ખંદાવ્યો હતો જેમાં થોડા સમય પાણી રહ્યું પરંતુ તળ નીચા જતા હવે તેમાં પણ પાણી નથી. તેમાં જો કે ગામમાં જે જુના બોર છે તેમના તળિયા નીચે ઉતરી ગયા છે અને પીવાય એટલું પાણી સવારના સમયે ઉલેચાય છે. જેનાથી થોડા જ દિવસો નીકળશે. ત્યાર બાદની સ્થિતિ અત્યંત ભયાવહ હશે.

હવાડા ખાલી,પશુઓને પાણી મળતું નથી
પાણી પુરવઠા વિભાગે કાનપુરા ગામમાં પીવાનું પાણી મળી રહે તે માટે ટેન્કર શરૂ કરાવ્યા છે પરંતુ સૌથી વધુ કફોડી હાલત પશુધનની થઈ છે. આજુબાજુના વિસ્તારોમાં મોટી સંખ્યામાં પશુઓ અવર-જવર કરે છે પરંતુ હવાડા ખાલી હોવાથી તેઓને થોડે દૂર જવું પડે છે."

અન્ય સમાચારો પણ છે...