કાર્યવાહી:પાલનપુરમાં પાણીના સાત ભૂતિયા જોડાણો ઝડપાયા

પાલનપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે જોડાણો કાપી રૂ.10 હજારનો દંડ વસુલ

પાલનપુર નગરપાલિકા પાણી પુરવઠા વિભાગ દ્વારા શનિવારે શહેરના ઢુઢીયાવાડી વિસ્તારમાં ચેકીંગ કરવામાં આવ્યુ હતુ.જેમાં કુલ સાત ભૂતીયા કનેક્શન ઝડપી લેવામાં આવ્યા હતા.તેમજ બે વધારાના કનેક્શનો હોવાથી તેને કાપવામાં આવ્યા હતા.

શનિવારે પાલિકાની પાણી પુરવઠા ટીમ દ્વારા શહેરીના ઢુઢીયા વાડી વિસ્તારમાં ઓચિંતુ ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ.જેમાં કુલ સાત ભૂતીયા કનેક્શનો ઝડપી લેવામાં આવ્યા હતા.જેમાંથી પાંચ કનેક્શનોને દંડ ભરાવી રેગ્યુલાઇજ કરાયા હતા.તેમજ અન્ય બે કનેક્શનો એક કરતા વધુ હોવાથી બંન્ને કનેક્શનોને કાપી દેવામાં આવ્યા હોવાનું પાલિકાના પાણી પુરવઠા સુપર વાઇજર ચમનભાઇ સોલંકીએ જણાવ્યંુ હતંુ.

અન્ય સમાચારો પણ છે...