વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ:બનાસકાંઠાની નવ વિધાનસભા બેઠક માટે ભાજપના દાવેદારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ

બનાસકાંઠા (પાલનપુર)એક મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજ્યમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જે માટે તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે આજે બનાસકાંઠાની નવ વિધાનસભાના ભાજપના અપેક્ષિત ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પાલનપુર ખાતે પ્રદેશના ભાજપના નિરીક્ષકો દ્વારા બે દિવસ સુધી નવ વિધાનસભા બેઠક માટે દાવેદારોની સેન્સ લેવામાં આવશે.

બે દિવસ સુધી સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે
બનાસકાંઠાની નવ વિધાનસભા બેઠક માટે દાવેદારીની ભાજપ દ્વારા આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. બે દિવસ સુધી તબક્કાવાર નિરીક્ષકો દાવેદારોને સાંભળશે. જે બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે. પ્રદેશ ઉપપ્રમુખ જયંતી કાવડિયા, સાંસદ જશવંત ભાભોર અને પૂર્વ સાંસદ જયશ્રીબેન પટેલ ઉમેદવારોના સેન્સ લેશે. પ્રદેશના ત્રણ નિરીક્ષકો દ્વારા પાલનપુર ખાતે આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેમાં આજે દાતા, થરાદ, વાવ, ધાનેરા અને પાલનપુર બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

નિરીક્ષકો સમગ્ર રિપોર્ટ ભાજપ પ્રદેશ પ્રમુખને સોંપશે
આ ઉપરાંત આવતીકાલે વડગામ, ડીસા, દિયોદર અને કાંકરેજ બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. દાવેદારોના બેકગ્રાઉન્ડથી લઈને પોલિટિકલ કેરિયર સુધીના તમામ પાસાઓને નિરીક્ષકો સાંભળશે. જે બાદ પ્રદેશના નિરીક્ષકો સમગ્ર રિપોર્ટ ભાજપ પ્રદેશ પ્રમુખને સોંપશે. ત્યારબાદ ઉમેદવારના નામ પર પૂર્ણ વિરામ લાગશે.

પ્રદેશના નિરીક્ષકો દ્વારા 2 વિધાનસભાના અપેક્ષિત ઉમેદવારોની સેન્સ લેવાઈ વાવમાં પૂર્વ આરોગ્ય મંત્રી શંકર ચૌધરી સહિત અન્ય બે લોકોએ દાવેદારી નોંધાવી

 • શંકરભાઈ ચૌધરી
 • ગજેન્દ્રસિંહ રાણા
 • પથુજી ઠાકોર

દાંતા વિધાનસભા બેઠકમાં દાવેદારોનો રાફડો, 17 લોકોએ દાવેદારી નોંધાવી દાંતા

 • નિલેશ બુમ્બડીયા
 • લાધુ પારગી
 • ભોજાભાઇ તરાલ
 • મલજી કોદરવી
 • મોતી ભાઈ બુંબડિયા
 • સ્વરૂપ રાણા
 • નરેશ રાણા
 • હેમરાજ રાણા
 • મધુ રાણા
 • આશાબેન ભીલ
 • રવિન્દ્ર ગમાર
 • લક્ષ્મણભાઈ ડુંગશીયા
 • નવા ભાઈ કોદરવી
 • લાલજી સોલંકી
 • લાડુ ભાઈ ભગોરા
 • માના ભાઈ વોશિયા
 • અમરાભાઇ ડામોર

ધાનેરા વિધાનસભા નિરક્ષકોએ 22 જેટલાં ઉમેદવારો ની સેન્સ પ્રક્રિયા પૂર્ણ

 • ​​​​​​​1...ભગવાનભાઈ પટેલ
 • 2...કિશનસિંહ બારોટ
 • 3...દજાભાઈ પટેલ
 • 4...સવાજી ઠાકોર
 • 5...નાનજીભાઈ જેગોડા​​​​​​​
 • 6...ઈશ્વરસિં સોલંકી​​​​​​​
 • 7...જગદીશભાઈ પટેલ
 • 8....નરસિંહજી રાજપુત​​​​​​​
 • 9....સંજય દેસાઈ
 • 10....જોઈતા ભાઈ ચૌધરી
 • 11...ફોજાજી રાજપુત​​​​​​​
 • 12....પરથીભાઇ ચૌધરી
 • 13....મફતલાલ પુરોહિત
 • 14....જીવરાજભાઈ આલ
 • 15...ફાલ્ગુનીબેન ત્રિવેદી
 • 16...વક્તાભાઈ પટેલ
 • 17...લક્ષ્મણસિંહ સોલંકી​​​​​​​
 • 18...માવજી દેસાઈ
 • 19...વિષ્ણુ દેસાઈ
 • 20...ગણપતલાલ રાજગોર
 • 21...વસંત પુરોહિત
 • 22...હરજીવન ભુતડીયા

થરાદ વિધાનસભામાં 12 ઉમેદવારોની સેન્સ પક્રિયા પૂર્ણ

 • 1...વાણીયા નટવરલાલ
 • 2... પટેલ માવજીભાઈ પૂર્વ મંત્રી
 • 3...ચૌધરી બાબરાભાઈ..પૂર્વ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન
 • 4......ભાપડીયા ખેમરાજભાઈ
 • 5... પટેલ રૂપસિંહભાઈ જિલ્લા પંચાયત સદસ્ય
 • 6... પટેલ શૈલેષભાઈ, સાંસદ પરબત પટેલનાં પુત્ર
 • 7... વાઘેલા અર્જુનસિંહ
 • 8... ચૌહાણ બાદરસિંહ
 • 9... દોશી દિલીપભાઈ
 • 10... ઠાકોર શાંતિજી
 • 11... પટેલ જીવરાજભાઈ
 • 12... ઓઝા અજયકુમાર
અન્ય સમાચારો પણ છે...