શૈક્ષણિક સુધારણા સેમિનાર:ડીસા ખાતે મંત્રી કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને સેમીનારનું આયોજન, 114 શિક્ષણ સહાયકોને પૂરા પગારના આદેશ અપાયા

પાલનપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કિર્તીસિંહ વાઘેલાએ નવી શિક્ષણ નીતિના અમલીકરણ માટે શિક્ષકોની ભૂમિકા અંગે વિસ્તૃત સમજ આપી

બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને ગુજરાત રાજ્ય શિક્ષણ સેવા વર્ગ-3 કર્મચારી મંડળ, ઘટક સંઘ બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે ડીસા મુકામે શૈક્ષણિક ગુણવત્તા સુધારણા સેમિનાર યોજાયો હતો. શહેરના જલારામ પાર્ટી પ્લોટ ખાતે શિક્ષણ રાજ્ય મંત્રી કિર્તીસિંહ વાઘેલાના અધ્યસ્થાને યોજાયેલા આ પ્રસંગે સરકારી માધ્યમિક શાળાઓના 114 શિક્ષણ સહાયકોને મંત્રીના હસ્તે પૂરા પગારના આદેશ એનાયત કરવામાં આવ્યા હતા.

સેમીનારમાં મંત્રી કિર્તીસિંહ વાઘેલાએ નવી શિક્ષણ નીતિના અમલીકરણ માટે શિક્ષકોની ભૂમિકા અને તેનાથી શૈક્ષણિક ક્ષેત્રે આવનાર આમૂલ પરિવર્તનો અંગે વિસ્તૃત સમજ આપી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય શશીકાંતભાઇ પંડ્યા, ઉચ્ચ શિક્ષણ નાયબ નિયામક મહેશભાઇ મહેતા, બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. નરેન્દ્રસિંહ બી. ચાવડા સહિત જિલ્લાની સરકારી શાળાના શિક્ષકો સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...