મુલાકાત:સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન સાળવી પ્રાથમિક શાળાના સ્કાઉટ-ગાઇડના વિદ્યાર્થીઓએ પાલનપુરમાં આવેલા વડીલ વિશ્રાંતિ ગૃહની મુલાકાત લીધી

બનાસકાંઠા (પાલનપુર)એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્કાઉટ ગાઈડના વિદ્યાર્થીઓએ વડીલોને ભોજન કરાવ્યું

સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ,પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન સાળવી પ્રાથમિક શાળાના સ્કાઉટ- ગાઈડના વિદ્યાર્થીઓએ પાલનપુર મુકામે આવેલ વડીલ વિશ્રાંતિ ગૃહની મુલાકાત લીધી હતી. સ્કાઉટ-ગાઇડના આ બાળકોએ વડીલોની સેવા કરી તેમજ તેમની સાથે સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના કલાશિક્ષક નયન ચત્રારિયા, સંગીતકાર વિષ્ણુ વેણ અને સંગીતકાર પાર્થ જાદવના સહકારથી ગીત-સંગીત અને ડાન્સ કરાવીને વડીલોને ખુશ કર્યા હતા. છેલ્લે વૃદ્ધાશ્રમના દરેક વડીલો અને સેવકોને નાહવાનો રૂમાલ ,સાબુ અને વિકસ ની ડબ્બી ગીફ્ટ રૂપે આપીને ત્યારબાદ સ્કાઉટ ગાઈડના વિદ્યાર્થીઓએ વડીલોને ભોજન પીરસ્યું હતું .

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા સ્કાઉટ -ગાઈડ સંઘ ના આયોજન કમિશનર જીતુભાઈ પટેલે કર્યું હતું અને તેમાં જિલ્લા સ્કાઉટ ગાઈડ સંઘના આસિસ્ટન્ટ ચીફ કમિશનર અને સાળવી પ્રાથમિક શાળાના આચાર્ય મહેશભાઈ પટેલ અને ઉપાચાર્ય રવિભાઈ મેણાત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

અન્ય સમાચારો પણ છે...