બન્ને ગાડી પલ્ટી ખાઈ ગઈ:અમીરગઢ નજીક સ્કોર્પિયોએ અલ્ટોને ટક્કર મારતા પલ્ટી ખાઈ રોડની સાઈડમાં ખાબકી, સ્કોર્પિયો રોડ વચ્ચે પલ્ટી ગઈ

બનાસકાંઠા (પાલનપુર)8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બન્ને ગાડીમાં સવાર લોકોને સામાન્ય ઈજા પહોંચી, સદનસીબે જાનહાની ટળી

અમીરગઢ-પાલનપુર નેશનલ હાઇવે પર સ્કોર્પિયો અને અલ્ટો ગાડી વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બન્ને ગાડીઓ પલ્ટી ખાઈ ગઈ હતી. અલ્ટો ગાડી રોડની સાઈટમાં ખાબકી હતી. જ્યારે સ્કોર્પિયો ગાડી રોડની વચ્ચે પલ્ટી ગઈ હતી. જોકે, સદનસીબે ગાડીમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો.

બંને ગાડીઓમાં 5-5 લોકો સવાર હતા
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. અકસ્માતના કારણે અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે આજે આબુરોડથી પાલનપુર તરફ નેશનલ હાઈવે ઉપર અમીરગઢ નજીક સ્કોર્પિયો અને અલ્ટો ગાડી વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં અલટો ગાડીને ટક્કર લાગતા ગાડી ત્રણ પલ્ટી ખાઇને રોડની સાઈડમાં ખાબકી હતી. જ્યારે સ્કોર્પિયો ગાડી પણ રોડ વચ્ચે પલ્ટી ખાઈ ગઈ હતી. જોકે, બંને ગાડીઓમાં સવાર 5-5 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. બનાવના પગલે આજુબાજુના લોકો દોડી આવ્યાં હતા અને સારવારની તજવીજ હાથ ધરી હતી. પોલીસને પણ જાણ થતાં અમીરગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક નિયંત્રણ કરાવી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...