મંદિર બંધ શ્રદ્ધા અકબંધ:સવંત 2079; જિલ્લાવાસીઓ હર્ષોલ્લાસથી નવા વર્ષને આવકારશે

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અંબાજીમાં બુધવારે સૂર્ય ગ્રહણને લઈ મંદિરમાં દર્શન બંધ હતા. શ્રદ્ધાળુઓએ બહારથી દર્શન કર્યા. - Divya Bhaskar
અંબાજીમાં બુધવારે સૂર્ય ગ્રહણને લઈ મંદિરમાં દર્શન બંધ હતા. શ્રદ્ધાળુઓએ બહારથી દર્શન કર્યા.
  • લોકો એકબીજાના ઘરે જઇ નવા વર્ષની શુભકામનાઓ પાઠવશે
  • અંબાજીમાં શ્રદ્ધાળુઓએ બહારથી દર્શન કર્યા

બનાસકાંઠા જીલ્લામાં આજે ગુજરાતી કેલેન્ડરના નવા વર્ષ સવંત 2079ને પ્રજાજનો હર્ષોલ્લાસથી આવકારશે. શહેરી વિસ્તારમાં સવારે તો ગ્રામિણ વિસ્તારોમાં રાત્રે લોકો એક બીજાના ઘરે જઇ નવા વર્ષની શુભકામનાઓ પાઠવશે. બનાસકાંઠા જીલ્લામાં કોરોનાના બે વર્ષ બાદ આ વર્ષે પ્રજાજનો આનંદ ઉલ્લાસ સાથે તહેવારોની ઉજવણી કરી રહ્યા છે.

સોમવારે દિપાવલીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. રાત્રે ફટાકડાઓના અવાજથી આકાશ ગુંજી ઉઠ્યું હતુ. રંગબેરંગી ફુલછડી, કોઠીઓ અને આકાશમાં જતાં રોકેટના પ્રકાશપુંજથી નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા. જોકે, મંગળવારે પડતર દિવસ હતો. સૂર્યગ્રહણ હોવાથી લોકોએ બહાર જવાનું ટાળ્યું હતુ. હવે આજે બુધવારે સવંત 2079ની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવશે. શહેરી વિસ્તારમાં સવારે તો ગ્રામિણ વિસ્તારોમાં રાત્રે લોકો એક બીજાના ઘરે જઇ નવા વર્ષની શુભકામનાઓ પાઠવશે. દિવસ દરમિયાન અંબાજી, કોટેશ્વર, બાલારામ, ઢીમા ધરણીધર ભગવાન, નડાબેટ સહિતના યાત્રાધામોએ પ્રજાજનો દર્શન કરી ધન્યતા અનુભવશે.

અન્ય સમાચારો પણ છે...