વાલીઓમાં આક્રોશ:સામઢી રામપુરા પ્રાથમિક શાળામાંથી 20 વાલીઓ વિદ્યાર્થીના એલસી લઈ જતાં તપાસના આદેશ

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષકોની અનિયમિતતાથી અભ્યાસ પર અસર થતાં વાલીઓમાં આક્રોશ

પાલનપુર તાલુકાના સામઢી ગામ ખાતે આવેલી રામપુરા પ્રાથમિક શાળામાં શિક્ષણ કથળતા તેમજ અનિમત ન આવતા વાલીઓએ શાળામાં પહોંચી 20થી વધુ બાળકોના એલ.સી મેળવી લઈ અન્ય સ્કૂલમાં અભ્યાસ માટે બેસાડવા માટેની કાર્યવાહી વાલીઓએ હાથ ધરતા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. સામઢી ગામ ખાતે રામપુરા પ્રાથમિક શાળા આવેલી છે જે શાળામાં ધોરણ 1થી 5 સુધીના વર્ગ આવેલા છે જેમાં કુલ 40 જેટલા બાળકો અભ્યાસ કરે છે

પરંતુ છેલ્લા ઘણા સમયથી શિક્ષણ કથળતા વાલીઓએ શાળાના આચાર્યની બદલી કરવા માટે તાલુકા અને જિલ્લામાં રજૂઆતો કરવા છતાં બદલી ન થતા તેમજ શિક્ષણમાં કોઈ સુધારો ન થતા સોમવારે મોટી સંખ્યામાં વાલીઓ શાળા કમ્પાઉન્ડમાં પહોંચ્યા હતા અને ઉગ્ર વિરોધ કરી બાળકોના એલ.સી મેળવી અન્ય સ્કૂલમાં ભણવા બેસાડવા માટે મજબૂર બન્યા છે

આ બાબતે વાલીઓએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, શાળામાં શિક્ષકો સમયસર આવતા પણ નથી જેથી અમારા બાળકોનું ભવિષ્ય ન ભગડે તે માટે એલસી લઈ અન્ય શાળામાં બેસાડવામાં આવ્યા છે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે, શા માટે રામપુરા પ્રાથમિક શાળાની તપાસ કરવામાં આવશે જે કોઈ શિક્ષક દોષી હશે તેમના સામે કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...