હર ઘર તિરંગા:પાલનપુરની પોસ્ટ ઓફિસમાં રાષ્ટ્રધ્વજનું 25 રૂ.માં વેચાણ

પાલનપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોસ્ટ ઓફિસમાં સેલ્ફીઝોન બનાવાયો, જ્યાં ગ્રાહક રાષ્ટ્ર ધ્વજ ખરીદી સેલ્ફી લઇ શકશે

હર ઘર તિરંગા અંતર્ગત પાલનપુરની પોસ્ટ ઓફિસમાં રાષ્ટ્રધ્વજનું 25 રૂપિયામાં વેચાણ કરવામાં આવશે. પાલનપુરની પોસ્ટ ઓફિસમાં સેલ્ફીઝોન પણ બનાવાયો છે. જ્યાં ગ્રાહક રાષ્ટ્ર ધ્વજ ખરીદી સેલ્ફી લઇ શકશે. પોસ્ટ ઓફિસના સૂત્રોએ જણાવ્યું હતું કે અત્યારે ભારત સરકારે 75મા સ્વતંત્રતા દિવસ પર ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવાની પહેલ શરૂ કરી છે.

દેશવાસીઓના હૃદયમાં દેશભક્તિની લાગણી જગાવવાના ઉદ્દેશ્ય સાથે હર ઘર તિરંગા અભિયાનના ભાગ રૂપે નાગરિકો 13 ઓગસ્ટ 2022 થી 15 ઓગસ્ટ 2022 સુધી ધ્વજ ફરકાવશે. પાલનપુરની પોસ્ટ ઓફિસમાં રાષ્ટ્રધ્વજનું 25 રૂપિયામાં વેચાણ થશે. 11 હજારથી વધુ ફ્લેગ હાલમાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...